
ડીપસીક કંપનીનું મુખ્ય મથક ચીનના હાંગઝોઉમાં છે. આ કંપનીની શરૂઆત 2023 માં લિયાંગ વેનફેંગ દ્વારા કરવામાં આવી હતી. કંપનીનો ઉદ્દેશ્ય AGI (કૃત્રિમ જનરલ ઇન્ટેલિજન્સ) વિકસાવવાનો છે.

ડીપસીક વાયરલ થવા પાછળનું કારણ તેની ઓછી કિંમત છે. ડીપસીક R1 ની કિંમત પ્રતિ મિલિયન ઇનપુટ ટોકન $0.55 (લગભગ રૂપિયા 47) અને પ્રતિ મિલિયન આઉટપુટ ટોકન $2.19 (લગભગ રૂપિયા 189) છે.

ડીપસીક એઆઈ રેટિંગ અને ડાઉનલોડ્સ : ડીપસીક એઆઈએ તેની ઓછી કિંમતોને કારણે થોડા જ દિવસોમાં મજબૂત સ્થાન મેળવ્યું છે. અત્યાર સુધીમાં 50 લાખથી વધુ લોકોએ ગૂગલ પ્લે સ્ટોર પરથી ડીપસીકની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. આ પ્લેટફોર્મ પર તેને 4.6 રેટિંગ મળ્યું છે. આ આંકડો 24 કલાકની અંદર અપડેટ કરવામાં આવ્યો છે. તમે લોકો વાંચતા હશો ત્યાર સુધીમાં તેમાં વધારો થઈ ગયો હશે.

ઓપન AI ChatGPT હજુ પણ આગળ : ઓપન એઆઈ ચેટજીપીટી હાલમાં આ રેસમાં આગળ છે. અત્યાર સુધીમાં એક કરોડથી વધુ લોકોએ ગૂગલ પ્લે સ્ટોર પરથી ચેટજીપીટીની મોબાઇલ એપ ડાઉનલોડ કરી છે. ડીપસીકની જેમ તેને પણ પ્લેટફોર્મ પર 4.6 રેટિંગ મળ્યું છે.

આ એક ચાઈનીઝ AI છે. તેને તમે ભારતના નોર્થ સ્ટેટ વિશે જ્યારે પુછવામાં આવ્યું ત્યારે તેને આવા જવાબો આપ્યા છે. તેથી સવાલ એ થાય કે શું તેની પાસે ભારત વિશે કોઈ માહિતી નથી કે ચાઈના ભારત વિશે કોઈ અપડેટ આપવા માંગતા નથી. આગળ જોઈએ કે આવનારા સમયમાં તે અપડેટ થઈને ભારત વિશે જવાબો આપે છે કે નહીં.