
વાળમાંથી ગંધ દૂર કરવા માટે, સફરજન સીડર વિનેગરનો ઉપયોગ કરો. આ માટે સૌથી પહેલા એકથી બે ચમચી એપલ સાઇડર વિનેગર લો અને તેમાં લગભગ એક ગ્લાસ ઠંડુ પાણી મિક્સ કરો. આ પાણીથી તમારા વાળને સારી રીતે ધોઈ લો. તમને થોડા દિવસોમાં જ ફરક દેખાશે.

બેકિંગ સોડાની મદદથી તમે વાળમાંથી આવતી દુર્ગંધને પણ દૂર કરી શકો છો. આ માટે તમે બેકિંગ સોડાનો હેર માસ્ક તૈયાર કરી શકો છો. બેકિંગ સોડાથી વાળ સાફ કરવા માટે એક ચમચી બેકિંગ સોડાને પાણીમાં મિક્સ કરો અને પછી તેનાથી માથું ધોઈ લો. આમ કરવાથી તમે થોડા જ દિવસોમાં વાળમાંથી આવતી દુર્ગંધથી છુટકારો મેળવી શકશો. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે, પ્રયોગ કરતાં પહેલા નિષ્ણાતોની સલાહ લેવી)