
વરસાદમાં ભીના થયા પછી લાંબા સમય સુધી ભીના કપડામાં રહેવાથી ત્વચા પર ફોલ્લીઓ અને રેસિઝ થઈ શકે છે. જ્યારે તાવ, ઉધરસ, શરદી જેવી વાયરલ સમસ્યાઓની શક્યતા પણ વધી જાય છે. તેથી તે બાળક હોય કે પુખ્ત વયના લોકો વરસાદમાં ભીના થયા પછી તરત જ કપડાં બદલવા જોઈએ એટલું જ નહીં સાદા પાણીથી સ્નાન પણ કરવું જોઈએ, જો શક્ય હોય તો હુંફાળા પાણીનો ઉપયોગ કરો.

વરસાદમાં એવા કપડાં પહેરવા જોઈએ જે લૂઝ ફિટિંગ હોય અને ફેબ્રિક એવું હોવું જોઈએ કે તે પરસેવો શોષી શકે અને ત્વચા પર નરમ રહે. આનાથી તમને બે ફાયદા થાય છે. એક તો તમે વરસાદમાં ભીના થાઓ તો અસ્વસ્થતા અનુભવતા નથી અને બીજું, તમારી ત્વચા પર કોઈ કાપડ ઘસાતું નથી અને પરસેવાથી થતાં બેક્ટેરિયા ત્વચા પર નથી વધતા, જે ઈન્ફેક્શનને અટકાવશે.

જો વરસાદના દિવસોમાં તમારી ત્વચા પર કોઈ પ્રકારનું ઈન્ફેક્શન થાય તો નખ વડે ખંજવાળવાની ભૂલ ન કરો. તેનાથી ચેપ ફેલાઈ શકે છે. કપડાંને એન્ટી-બેક્ટેરિયલ લિક્વિડમાં ધોઈને સૂર્યપ્રકાશમાં સૂકવો. આ સિવાય ડોક્ટરની સલાહ મુજબ દવા અથવા એન્ટી ફંગલ ક્રીમનો ઉપયોગ કરો.