
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વિકટર ગામ પાસે ભારે વરસાદથી પાણીના સંપમાં 22 લોકો ફસાઈ ગયા.

ઘટના સ્થળે પાણીને લગતી કામગીરી કરતી Gujarat Water Supply and Sewerage Board ની ટીમ કાર્યરત હતી. GWSSB નું મુખ્ય કાર્ય ગુજરાત રાજ્યમાં પીવાના પાણીની સપ્લાય અને સેનિટેશન સુવિધા પૂરી પાડવી છે.

ભારે વરસાદ અને ભયજનક પરિસ્થિતિ વચ્ચે ભારતીય કોસ્ટ ગાર્ડે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું.

રેસ્ક્યૂ કામગીરી દરમિયાન કોસ્ટ ગાર્ડનો ઝડપી પ્રતિસાદ પ્રશંસનીય બન્યો.ગામના લોકોએ તેમની કામગીરીને બિરદાવી હતી.

તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી નજીકની પ્રાથમિક શાળામાં રહેવાની વ્યવસ્થા કરી દેવાઈ.
Published On - 9:32 pm, Mon, 16 June 25