
આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં લક્ષ્મી આવે છે અને આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે. આ ઉપરાંત, જો તમે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે અથવા બાલ્કનીમાં મની પ્લાન્ટ લગાવવા માંગતા હોવ, તો ઉત્તર દિશા પણ એક સારો વિકલ્પ છે. આ દિશા ધનના દેવતા કુબેરની માનવામાં આવે છે.

જણાવી દઈએ કે, ક્યારેય ઉત્તર-પૂર્વ દિશામાં મની પ્લાન્ટ ન લગાવવો જોઈએ. આ દિશા જળ તત્વની છે અને અહીં મની પ્લાન્ટ રાખવામાં આવે તો ઘરની આર્થિક સ્થિતિ બગડી જાય છે.

મની પ્લાન્ટ લગાવવા માટે કોઈ ખાસ મુહૂર્તની જરૂર નથી પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સવારનો સમય મની પ્લાન્ટ લગાવવા માટે સૌથી શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત, શુક્રવારે મની પ્લાન્ટ લગાવવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે આ દિવસ લક્ષ્મી માતા અને શુક્ર ગ્રહ સાથે જોડાયેલો છે. જો તમે ઇચ્છો તો, શુક્લ પક્ષમાં પણ મની પ્લાન્ટ લગાવી શકો છો. શુક્લ પક્ષનો સમય પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

મની પ્લાન્ટ ક્યારેય કોઈને ન આપો અને બીજાને આપવા માટે પણ ન કહો. આવું કરવાથી તમારા ઘરની આર્થિક ઉર્જા બીજા વ્યક્તિ સુધી પહોંચે છે. તમારે એ પણ ધ્યાન રાખવું પડશે કે, આ છોડ હંમેશા લીલો અને તાજગીથી ભરેલો રહે. સુકાઈ ગયેલો છોડ નકારાત્મક ઉર્જા અને આર્થિક નુકસાનનું સંકેત આપે છે.

મની પ્લાન્ટને કાચની બોટલમાં કે કુંડામાં ઉગાડી શકાય છે. આ સિવાય તેને માટીવાળા વાસણમાં વાવવું પણ શુભ માનવામાં આવે છે. જો તમે પાણીમાં મની પ્લાન્ટ ઉગાડી રહ્યા છો, તો દર 7 દિવસે પાણી બદલવું જરૂરી છે.

તમારે છોડના સૂકા કે પીળા પાંદડા દૂર કરવાની કાળજી લેવી, કારણ કે એ નકારાત્મક ઉર્જા ફેલાવે છે. મની પ્લાન્ટને દિવાલની તરફ ઉપરના ભાગે વધવા દેવું શુભ માનવામાં આવે છે, જ્યારે તેને નીચે લટકાવવું અશુભ ગણાય છે. વાસ્તુ અનુસાર, મની પ્લાન્ટને ઘરની અંદર રાખવું જોઈએ. તે ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને સુખ-સમૃદ્ધિ લાવે છે.