
નવા બિલને લાગુ કરવાનો હેતુ ભાષા અને અનુપાલન પ્રક્રિયાઓને સરળ બનાવવાનો છે. કહેવાનો અર્થ એ છે કે નવા કાયદામાં આવકવેરાના સ્લેબમાં ફેરફારની કોઈ શક્યતા નથી, કારણ કે આ સામાન્ય રીતે ફાયનાન્સ એક્ટ દ્વારા કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2010માં 'ડાયરેક્ટ ટેક્સ કોડ બિલ, 2010' સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. તેને તપાસ માટે સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવામાં આવ્યો હતો. જો કે, 2014માં સરકાર બદલાવાને કારણે બિલ લપસી ગયું હતું.
Published On - 2:22 pm, Sat, 8 February 25