
1. બેકિંગ સોડા: ચાર્જર સાફ કરવા માટે તમે 2 ચમચી બેકિંગ સોડા લો. તેના પર લિંબુના બે ટીપા અને સહે જ પાણી નાખી તેને સ્પંજ પર તે મીશ્રણ લઈ લો અને તે બાદ તેને તમારા ચાર્જરની ફરતે ધીમેથી સાફ કરો. તમે જોશો કે તમારા ચાર્જરની ગંદકી બધી જ તે સ્પંજ પર ચોટી જશે અને તમારુ ચાર્જર પહેલા જેવું જ સાફ દેખાવા લાગશે. આ મિશ્રણથી સાફ કર્યા બાદ તમે એક ભીના કપડાથી ચાર્જરને બરોબર સાફ કરી લો

2. લિંબુની છાલ : તમે કાળા અથવા ગંદા ચાર્જરને પહેલાની જેમ સફેદ બનાવવા માંગતા હોવ તો એક લિંબુ લઈ લો તેનો બધો રસ કાઢી લો અને તે બાદ તેની છાલને તમારા ચાર્જર પર ઘસો આમ કરવાથી ચાર્જરની ગંદકી નીકળી જશે. તે બાદ ચાર્જરને સહેજ ભીના કપડાથી લૂછીને સાફ કરી લો

3. વિનેગર : આ પણ એક અસરકારક ટ્રિક છે આ માટે એક વાટકીમાં 2 ચમચી વિનેગર લઈ લો, તે બાદ એક કપડુ અને તેને વિનેગરમાં ડૂબોડી ચાર્જર પર ધીમેથી સાફ કરો અને તે બાદ એક સાફ સહેજ ભીના કપડાથી લૂછી લો.
Published On - 11:19 am, Tue, 3 June 25