
કંપનીનું માર્કેટ કેપ રૂ. 3,435.68 કરોડ હતું. One MobiKwik Systems Limitedનો IPO શુક્રવારે બિડિંગના છેલ્લા દિવસે 119.38 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીના રૂ. 572 કરોડના આઇપીઓની પ્રાઇસ રેન્જ રૂ. 265-279 પ્રતિ શેર હતી.

લિસ્ટિંગ પહેલા, Mobikwikનો શેર ગ્રે માર્કેટમાં રૂ. 160ની ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. એવી અપેક્ષા હતી કે આ શેર રૂ. 439 પર લિસ્ટ થઈ શકે છે. તે 279 રૂપિયાના ઉપલા ભાવની સરખામણીમાં 57.35 ટકાના પ્રીમિયમ પર હતું.

પબ્લિક ઓફરિંગ માટે પ્રાઇસ બેન્ડ રૂ. 265 થી રૂ. 279 પ્રતિ શેરની વચ્ચે નક્કી કરવામાં આવી હતી. છૂટક રોકાણકારો 53 શેરના એક લોટ માટે રોકાણ કર્યું હતું. જેના માટે તેમને 14,787 રૂપિયાનું રોકાણ કરવું પડ્યું હતું.