
ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને મનસુખભાઈ માંડવીયા સાથે પણ અમરેલીના ધારાસભ્યો અને સાંસદે બેઠક યોજીને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મંત્રીઓ સમક્ષ જરૂરી સૂચનો કરીને માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું.

અમરેલી જિલ્લાના વિકાસને લગતા કેન્દ્રમાં પડતર તમામ પ્રશ્નોએ અમરેલી જિલ્લાના લોકોને વધુ સુવિધા, વિસ્તૃત કનેક્ટિવિટી અને ખેડૂતોને તાત્કાલિક મદદ મળી રહે એ તેવા શુભ હેતુથી મકમતા પૂર્વક રજૂઆત કરવામાં આવેલ છે. કેન્દ્રના વિવિધ મંત્રીઓ સમક્ષ અમરેલી જિલ્લાના પડતર પ્રશ્નો અને વિકાસલક્ષી કાર્યો અંગે અમરેલી જિલ્લાના સાંસદ ભરતભાઈ સુતરીયા, નાયબ દંડક અને ધારાસભ્યો કૌશિક વેકરિયા, મહેશભાઈ કસવાળા, હીરાભાઈ સોલંકી, જે.વી. કાકડીયા, જનકભાઈ તળાવીયા અને જિલ્લા ભાજપા અધ્યક્ષ અતુલભાઈ કાનાણીએ રજૂઆતો કરી હતી.