
દૂધ પીવાની સાચી રીત કઈ છે? : પ્રિયા પાલીવાલ કહે છે કે શિયાળાની ઋતુમાં ઠંડુ દૂધ ન પીવાનું ધ્યાન રાખો. જો તમે શિયાળાની ઋતુમાં હૂંફાળું દૂધ પીશો તો તે તમને શરદીથી તો બચાવશે જ સાથે-સાથે તમારી પાચનક્રિયા પણ સુધારે છે. ઠંડા હવામાનમાં એક ગ્લાસ દૂધમાં એક ચપટી હળદર અથવા થોડું મધ ઉમેરો. આ રોગપ્રતિકારક શક્તિને વધારશે.

સારી રીતે ફિલ્ટર કરો : શિયાળામાં દૂધ પીતા પહેલા તેને સારી રીતે ગાળી લો અને થોડી વાર ઉકળવા દો. તેનાથી દૂધમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા ખતમ થઈ જાય છે. જેનાથી શરીરને કોઈ નુકસાન થતું નથી. જો કે કેટલાક લોકોને દૂધ પીવામાં સમસ્યા થઈ શકે છે. ઘણા લોકો એલર્જીથી પીડાઈ શકે છે, જ્યારે કેટલાક લોકોમાં લેક્ટોઝ ની એલર્જી થઈ શકે છે. જેના કારણે પેટ ખરાબ થઈ શકે છે. જો કે આવી કોઈપણ સમસ્યાના કિસ્સામાં એક વખત સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ અવશ્ય લો.