
દવાઓ : વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ડાઇનિંગ ટેબલ પર ક્યારેય દવાઓ રાખવી નહીં જોઈએ. ડાઇનિંગ ટેબલ પર રાખવામાં આવેલી દવાઓથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થઈ શકે છે.

તૂટેલી ક્રોકરી : જો તમારા ડાઇનિંગ ટેબલ પર પ્લેટ, કપ અથવા ચમચીને તિરાડ પડી હોય અથવા તો તે તૂટેલી હોય તો તેને તાત્કાલિક દૂર કરવી જોઈએ.

બિનજરૂરી કાગળો અને બિલ : મોટાભાગે લોકો ડાઇનિંગ ટેબલ પર જૂના બિલ, રસીદો, પેપર અથવા બિનજરૂરી કાગળો મુકે છે. વાસ્તુ મુજબ તે નકારાત્મક પ્રભાવને વધારી શકે છે.

સૂકા ફૂલો અથવા કાંટાવાળા છોડ : હંમેશા ડાઇનિંગ ટેબલ પર તાજા ફૂલ રાખવા જોઈએ. સૂકા ફૂલ અથવા કાંટાવાળા છોડ સકારાત્મક ઉર્જાને શોષી લે છે.

ખાલી મીઠાની ડબ્બી : વાસ્તુમાં મીઠાને સકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવેલું છે. ડાઇનિંગ ટેબલ પર રાખેલી મીઠાની ડબ્બી ક્યારેય ખાલી રાખવી નહીં. મીઠાની ડબ્બીને ભરેલી રાખવી શુભ માનવામાં આવે છે.

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.