Meera Kansagara |
Feb 13, 2024 | 2:54 PM
ઘણીવાર જ્યારે આપણે કોઈને દુઃખી કે પરેશાન જોતાં હોઈએ છીએ ત્યારે તેને સામાન્ય લાગણી સમજીને અવગણીએ છીએ. કેટલાક લોકો તેની મજાક પણ ઉડાવે છે. પરંતુ તે એવું નથી. ઉદાસી અને ડિપ્રેશન એ એક સરખું નથી. ડિપ્રેશન એ એક એવો શબ્દ છે જેનો ઉપયોગ કામ પર વિતેલા ખરાબ અઠવાડિયા પછી અથવા તો જ્યારે કોઈ બ્રેકઅપમાંથી પસાર થઈ રહ્યા છે તો તેને કેવો અનુભવ થાય છે તે દર્શાવવા માટે વપરાય છે. દુખી અને ડિપ્રેશન વચ્ચેનો તફાવત શોધવા માટે તેના લક્ષણોથી વાકેફ રહેવું જરૂરી છે.
દૃષ્ટિકોણ : મુખ્ય ડિપ્રેશન એ મૂડ ડિસઓર્ડર છે જે સામાન્ય રીતે જીવન વિશે તમે જે રીતે અનુભવો છો તેના પર અસર કરે છે. તમારા જીવન પ્રત્યે નિરાશાજનક અથવા અસહાય દૃષ્ટિકોણ રાખવો એ ડિપ્રેશનનું સૌથી સામાન્ય લક્ષણ છે. અન્ય લાગણીઓમાં પોતાની કદર ન કરવી, પોતાને જ દોષિત માનવા આવું હોવા છતાં તેમાં તમારી ભૂલ હોતી નથી.
રસ ગુમાવ્યો : તમને ગમતી વસ્તુઓથી ધીમે-ધીમે દૂર જતા રહો. પહેલા જે પણ કામ કરવામાં તમને આનંદ આવતો હતો, પછી તે રમત-ગમત હોય કે મિત્રો સાથે બહાર જવાનું હોય. પરંતુ હવે તમારી રુચિ ગુમાવવી અથવા આ પ્રવૃત્તિઓમાંથી ખસી જવું એ ડિપ્રેશનની બીજી સ્પષ્ટ નિશાની છે.
થાક અને નિંદ્રામાં વધારો : તમને તમારી મનપસંદ વસ્તુઓ કરવામાં રસ ન હોવાનું એક કારણ એ છે કે તમને ખૂબ થાક લાગે છે. ડિપ્રેશન ઘણીવાર ઉર્જાનો અભાવ અને થાકની ભારે લાગણી સાથે આવે છે, જે ડિપ્રેશનના સૌથી કમજોર લક્ષણોમાંનું એક હોઈ શકે છે. જેના કારણે વધુ પડતી ઊંઘ આવી શકે છે.
ચિંતા : એન્જાઈટી દરમિયાન, નર્વસ, બેચેની અથવા તણાવ અનુભવવો ખૂબ જ સામાન્ય છે. ચિંતાના લક્ષણોમાં ભયની લાગણી, ગભરાટ અથવા ડરનો સમાવેશ થાય છે. હૃદયના ધબકારા વધે છે. ઝડપી શ્વાસ, અતિશય પરસેવો, ધ્રુજારી અથવા સ્નાયુ ખેંચાઈ છે. તો તરત ડોક્ટરની સલાહ લો.
મૂડ સ્વિંગ : એક ક્ષણ એ ગુસ્સો છે અને બીજી જ ક્ષણે તમે અનિયંત્રિત રીતે રડી રહ્યા છો. તમારા ઈમોશન તમારા કંટ્રોલ બહાર જતા રહે છે. ક્યારેક વધારે ઈમોશન થઈ આવે તો ક્યારેક તમે લાગણીહિન બની જાઓ છો. ડિપ્રેશન મૂડ સ્વિંગનું કારણ બની શકે છે.
જો તમને બે અઠવાડિયા કરતાં વધુ સમયથી અહીં આપવામાં આવેલા કેટલાક લક્ષણો છે, તો તમે મેજર ડિપ્રેશન ડિસઓર્ડરથી પીડિત હોઈ શકો છો. આ માટે તમારે યોગ્ય મદદ અને સારવાર લેવાની જરૂર છે. (Disclaimer : લેખમાં દર્શાવેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતીના માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. જો તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા ચિંતાઓ હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.)