
લૂઝ પાવડર: આ એક હળવો પાવડર છે જે બારીક ટેક્સચર ધરાવે છે. તે મેકઅપને સેટ કરવામાં મદદ કરે છે અને નરમ, એર-બ્રશ ફિનિશ આપે છે. તેનો ઉપયોગ કપાળ, ટી-ઝોન અને દાઢી જેવા ઓઈલી વિસ્તારો પર બેસ્ટ રીતે કરવામાં આવે છે. તે કન્સિલર અને ફાઉન્ડેશન સાથે સારી રીતે ભળી જાય છે, જે મેકઅપને લાંબા સમય સુધી ટકી રહેવામાં મદદ કરે છે.

તમારા માટે કયું યોગ્ય છે?: જો તમે કામ પર, કોલેજમાં અથવા આખો દિવસ બહાર હોવ અને ઝડપી ટચ-અપ્સની જરૂર હોય તો કોમ્પેક્ટ પાવડર એક સારો વિકલ્પ છે. જો તમે આખા ચહેરાનો મેકઅપ કરી રહ્યા છો અથવા પાર્ટી, ફંક્શન અથવા ફોટોશૂટ માટે તૈયાર થઈ રહ્યા છો તો તમે લૂઝ પાવડર અથવા કોમ્પેક્ટનો બંનેમાંથી ઉપયોગ કરી શકો છો.

તમારી ત્વચાના પ્રકાર પ્રમાણે તમારે બંનેનો ઉપયોગ કરવો જોઈએ. જેમની ત્વચા ઓઈલી છે તેઓ બંનેનો ઉપયોગ કરી શકે છે, પરંતુ લૂઝ પાવડર ઓઈલ કંટ્રોલમાં વધુ સારું કામ કરે છે. જેમની ત્વચા ડ્રાઈ છે તેઓએ મોઇશ્ચરાઇઝિંગ ગુણધર્મો ધરાવતો કોમ્પેક્ટ પાવડર પસંદ કરવો જોઈએ.

ક્યારે લગાવવું?: કોમ્પેક્ટ પાવડર લૂઝ પાવડર કરતાં વધુ કવરેજ પૂરું પાડે છે. તેથી જો તમે BB અથવા CC ક્રીમ જેવા હળવા ફાઉન્ડેશનનો ઉપયોગ કરી રહ્યા છો, તો કોમ્પેક્ટ પાવડર યોગ્ય પસંદગી રહેશે. જો તમે પાર્ટી અથવા ટ્રિપ માટે ભારે કવરેજ ધરાવતું ફાઉન્ડેશન લગાવી રહ્યા છો, તો લૂઝ પાવડર શ્રેષ્ઠ વિકલ્પ રહેશે.