
જો તમારા સફેદ બૂટ પીળા પડી ગયા હોય, તો બેકિંગ સોડા અને વિનેગર તેને ચમકાવવામાં તમારી મદદ કરશે. ફક્ત એક કપ પાણી લો અને તેમાં એક ચમચી વિનેગર તેમજ બેકિંગ સોડા પાવડર ઉમેરો. હવે તેને સારી રીતે મિક્સ કરો અને સાફ કરવા માટે ટૂથબ્રશનો ઉપયોગ કરો. થોડા સમય સુધી સ્ક્રબ કર્યા પછી બૂટને સુકાવા મૂકી દો. થોડા સમય પછી ફરીથી સ્ક્રબ કરો અને પાણીથી સાફ કરી દો.

આ સિવાય ટૂથપેસ્ટ પણ તમારા બૂટને ચમકાવી શકે છે. આનો ઉપયોગ કરવો પણ ખૂબ જ સરળ છે. સૌથી પહેલા તો ટૂથબ્રશ લો અને તેના પર ટૂથપેસ્ટ લગાવો. હવે તેને બૂટ પર સારી રીતે ઘસો અને થોડીવાર માટે રહેવા દો. થોડીવાર પછી તેને ભીના કપડાથી સાફ કરો અથવા તો પાણીથી ધોઈ દો. આટલું કરતાં જ તમને સફેદ બૂટમાં ફરક દેખાશે.

વધુમાં નેઇલ પોલીશ રીમુવરનો ઉપયોગ બૂટને સફેદ કરવા માટે થતો નથી પરંતુ તેનો ઉપયોગ ડાઘ દૂર કરવા માટે થાય છે. આમાં નેઇલ પોલીશ રીમુવરને કોટન કાપડ પર લગાવો અને ત્યારબાદ તેને બૂટ પરના ડાઘ પર લગાવો. હવે આને હળવા હાથે ઘસો અને પછી સ્વચ્છ કપડાથી સાફ કરો. સફેદ બૂટ પર રહેલ ડાઘ તરત જ ગાયબ થઈ જશે.