Sweet Shakkarpara Recipe : ઘરે આ સરળ ટીપ્સથી બનાવો ગળ્યા શક્કરપારા, જુઓ તસવીરો

|

Oct 27, 2024 | 2:32 PM

દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે.જ્યાં આપણે અનેક પ્રકારની સ્વાદિષ્ટ મીઠાઈઓ ઘરે બનાવી શકીએ છે.તો આજે આપણે ગળ્યા શક્કરપારા ઘરે કેવી રીતે સરળતાથી બનાવી શકાય તે જોઈશું.

1 / 5
દિવાળી પર મોટાભાગના લોકો ઘરે શક્કરપારા બનાવતા હોય છે. ત્યારે ગળ્યા શક્કરપારા બનાવવા માટે મેંદો, રવો, મીઠું, ખાંડ, ઘી, પાણી, તળવા માટે તેલની જરુર પડશે.

2 / 5
હવે એક વાસણમાં રવો, મેંદાનો લોટ ઉમેરો. આ સાથે જ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.હવે લોટમાં મોણ કરી લો.આ માટે ઘી અથવા તેલનો ઉપયોગ કરી શકો છો.

3 / 5
લોટમાં પાણી ઉમેરી બરાબર મિક્સ કરી સોફ્ટ લોટ બાંધી લો. ત્યારબાદ લોટના નાના ગોળા બનાવી તેની જાડી રોટલી વણી લો. ત્યારબાદ તેને યોગ્ય આકારમાં વણી લો.

4 / 5
એક પેનમાં તેલ ગરમ થવા મુકો. તેલ ગરમ થાય ત્યારે ધીમી આંચ પર શક્કરપારાને ફ્રાય કરી લો. હવે એક પેનમાં ખાંડ અને પાણી ઉમેરી ચાસણી બનાવી લો. ત્યારબાદ તેને તળેલા શક્કરપારામાં ઉમેરી મિક્સ કરો.

5 / 5
હવે શક્કરપારાને થોડો સમય ઠંડા થવા દો. ત્યારબાદ તેને એર ટાઈટ ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો. તેમજ કોઈ પણ વ્યક્તિને ગિફ્ટમાં પણ આપી શકો છો. ( Pic - Social Media )

Next Photo Gallery