Makai Bhajiya Recipe : વરસાદી માહોલમાં ઘરે બનાવો ચટપટ્ટા મકાઈના ભજીયા,જાણો રેસિપી

ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.વરસાદી માહોલમાં મોટાભાગના લોકોને ચટપટુ ખાવાનો શોખ હોય છે. ત્યારે આજે આપણે જોઈશું કે મકાઈના ભજીયા કેવી રીતે બનાવી શકાય છે.

| Updated on: Jul 27, 2025 | 1:05 PM
1 / 6
ભારતમાં મકાઈની અલગ-અલગ વાનગીઓ બનાવવામાં આવે છે. ત્યારે આજે અમે તમને મકાઈના ભજીયા ઘરે સરળતાથી બનાવી શકાય છે.

2 / 6
મકાઈના ભજીયા બનાવવા માટે મકાઈના દાણા, ચણાનો લોટ, ચોખાનો લોટ, લાલ મરચું, હળદર પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલો, હિંગ, આદુ-લસણની પેસ્ટ,લીલા મરચાં, ખાવાના સોડા, પાણી, તેલ સહિતની સામગ્રીની જરુર પડશે.

3 / 6
મકાઈના ભજીયા બનાવવા માટે સૌથી પહેલા સ્વીટ કોર્નને હાથથી ક્રશ કરી લો. ત્યારબાદ તેમાં ચણાનો, ચોખાના લોટ ઉમેરી મિક્સ કરી લો. જો તમે ફ્રોઝન કોર્નનો ઉપયોગ કરતા હોવ તો તેને નોર્મલ ટ્રેમ્પરેચર પર સેટ થવા દો.

4 / 6
હવે મિક્સ કરેલા મકાઈના દાણા અને ચોખા-ચણાના લોટમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, હિંગ, આદુ-મરચાની પેસ્ટ, લીલાં મરચા, ડુંગળી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી મિક્સ કરી લો.

5 / 6
હવે તેમાં થોડું-થોડુ પાણી ઉમેરી તેનું ખીરું બનાવી લો. ધ્યાન રાખો કે ખીરું પાતળુ ન થઈ જાય.હવે તેમાં ખાવાના સોડા ઉમેરી બરાબર મિક્સ કરી લો.

6 / 6
એક પેનમાં તેલ ગરમ કરો. તેલ મધ્યમ આંચ પર ગરમ કરવા મુકો. ત્યારબાદ ખીરાને એક તરફ હલાવીને ભજીયા ફ્રાઈ કરો. જ્યાં સુધી ભજીયા બંન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લો.

Published On - 8:41 am, Sun, 8 June 25