Moraiya shiro recipe : નવરાત્રીમાં માતાજીને પ્રસાદમાં ધરાવો મોરૈયાનો શીરો, આ રહી સરળ રેસીપી, જુઓ તસવીરો

|

Oct 05, 2024 | 4:10 PM

નવરાત્રીમાં મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે. ત્યારે ફરાળમાં શું ખાવુ તે પ્રશ્ન થતો હોય છે. ઘણી વાર વધારે પ્રમાણમાં ફ્રાય કરેલો ખોરાક ખાવાથી તબિયત લથડી જાય છે. તો આજે આપણે જોઈ શું કે ઉપવાસમાં ખાવા લાયક મોરૈયાનો શીરો સરળતાથી કેવી રીતે બનાવી શકાય.

1 / 5
મોરૈયાનો શીરો બનાવવા માટે કેટલીક સામગ્રીની જરુરત પડે છે. મોરૈયો, ખાંડ, બદામ, સૂકી દ્રાક્ષ, ખાંડ, ઈલાયચી - જાયફળનો પાવડર, કાજુ, દૂધ અને ઘીની જરુર પડે છે.

2 / 5
સૌથી પહેલા એક પેનમાં ઘી ગરમ થાય ત્યારે મોરૈયા તેમાં નાખી તેને ધીમા ગેસ પર શેકાવવા દો. તમે મોરૈયાને પીસીને પણ ઉપયોગમાં લઈ શકો છો.

3 / 5
મોરૈયો શેકાઈ જાય ત્યાર બાદ તેમાં દૂધ ઉમેરી તેને ધીમા ગેસ પર થવા દો. આ મિશ્રણને સતત હલાવતા રહો જેથી શીરામાં ગાંઠો ન પડે.

4 / 5
મોરૈયામાંથી બધુ જ દૂધ બળી જાય ત્યાર બાદ તેમાં ખાંડ ઉમેરીને સતત હલાવો. ધ્યાન રાખો કે પેનમાં શીરો ચોંટી ન જાય. હવે પાણી બળી જાય પછી તેમાં ડ્રાય ફ્રુટ અને જાયફળ - ઈલાયચીનો પાવડર ઉમેરો.

5 / 5
ત્યાર બાદ શીરો પેનની કિનારીઓ છોડે ત્યાં સુધી થવા દો. હવે મોરૈયાના શીરાને તમે માતાજી ધરાવી શકો છો. નવરાત્રીમાં રવાના શીરાની જગ્યાએ મોરૈયાના શીરાની મજા લઈ શકો છો.

Next Photo Gallery