Mathri Recipe : દિવાળી પર નાસ્તામાં બનાવો મઠરી, અપનાવો આ ટીપ્સ, જુઓ તસવીરો

|

Oct 18, 2024 | 2:00 PM

દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે.જ્યાં આપણે અનેક પ્રકારની સ્વાદિષ્ટ મીઠાઈ અને નાસ્તાઓ ઘરે બનાવી શકીએ છે. તો આજે આપણે જાણીશું કે ઘરે કેવી રીતે સરળતાથી મઠરી બનાવી શકીએ.

1 / 6
ભારતમાં મોટાભાગના ઘરોમાં દિવાળી પર મઠરી બનાવવામાં આવતી હોય છે. મઠરી બનાવવા માટે સોજી, મેંદો,અજમો, જીરું,મરી પાઉડર, મીઠું, તેલ સહિતની સામગ્રીની જરુર પડશે.

2 / 6
સૌથી પહેલા એક મોટા વાસણમાં સોજી અને મેંદાના લોટને ચાળીને લો. ત્યાર બાદ તેમાં અજમો, મરીનો પાઉડર , 3 ચમચી ઘી ( મોવણ ) માટે અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી દો.

3 / 6
લોટમાં બધી જ સામગ્રી બરાબર મિક્સ થઈ જાય ત્યારે તેમાં થોડું થોડુ પાણી ઉમેરી કઠણ લોટ બાંધી લો. મઠરીનો લોટ પરોઠાની તુલનામાં કઠણ હોવા જોઈએ. જો જરુર પડે તો લોટ ઉપર થોડુ પાણી છાંટી શકો છો.

4 / 6
હવે એક પેનમાં મધ્યમ આંચ પર તેલ ગરમ કરવા મૂકો. લોટને ફરી હાથથી મસળો. ત્યારબાદ લોટની નાના ગોળાકાર કરી તેને વેલણની મદદથી વણી લો. મઠરીને થોડી જાડી રાખો.

5 / 6
હવે મઠરીમાં કાંટા ચમચી વડે કાણાં  કરો. જેથી મઠરી ફૂલશે નહીં. આમ કરવાથી મઠરી ક્રિસ્પી બને છે. ત્યાર બાદ મઠરીને મધ્ય ગરમ તેલમાં ધીમી આંચે તળી લો.

6 / 6
ફ્રાય કરેલી મઠરીને પેપર નેપકીન ઉપર મુકો. તેનાથી વધારાનું તેલ દૂર થઈ જશે. હવે ઠંડી થયેલી મઠરીને એક એરટાઈટ કન્ટેનરમાં ભરી દો. તેમજ મઠરીને ચા સાથે પણ પીરસી શકો છો.

Published On - 1:59 pm, Fri, 18 October 24

Next Photo Gallery