
દૂધ - પૌંઆ બનાવવા માટે સૌથી પહેલા કેટલીક સામગ્રીની જરુર પડશે. જેમાં દૂધ, પૌંઆ, ખાંડ અથવા સાકર, ઈલાયચી પાઉડર, કસ્ટર પાઉડર, જાયફળ, ડ્રાયફ્રુટ સહિતની વસ્તુઓની જરુર પડશે.

સૌથી પહેલા એક પેનને ઘીથી ગ્રીસ કરી લો. ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી તેમાં પ્રમાણ અનુસાર ખાંડ અથવા તો સાકર ઉમેરો. ધ્યાન રાખો કે દૂધ પેનમાં ચોંટે નહીં.

હવે ધોઈને રાખેલા પૌંઆને દૂધમાં ઉમેરી તેને સતત હલાવતા રહો. ત્યારબાદ તેમાં દૂધમાં ઓગાળેલો કસ્ટર પાઉડર ઉમેરો. આ સાથે જ તેમાં ઈલાયચી પાઉડર, જાયફળ, ડ્રાયફ્રુટ ઉમેરો.

દૂધ - પૌંઆને ધીમી આંચ પર ઉકળવા દો. હવે દૂધમાં પૌંઆ બરાબર મિશ્રિત થાય ત્યારે ગેસ બંધ કરી દો. દૂધ - પૌંઆને ઠંડુ કરવા માટે મુકો.

દૂધ - પૌંઆને ચંદ્રમાંના કિરણોમાં 3- 4 કલાક મુકો. ત્યાર બાદ બાઉલમાં કાઢી તેને ડ્રાયફ્રુટથી ગાર્નિશ કરીને સર્વ કરો.
Published On - 3:44 pm, Wed, 16 October 24