
કહેવામાં આવી રહ્યું છે કે કુસુમ પ્લાન્ટને આ વિસ્તારમાં સ્પોન્જ આયર્ન ફેક્ટરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફેક્ટરી હાલમાં નિર્માણાધીન છે. ગુરુવારે કામ કરતી વખતે ચીમની તૂટી પડી અને તેની અંદર 30 લોકો દટાઈ ગયા. હાલ પોલીસ-પ્રશાસનની ટીમ સ્થળ પર હાજર છે. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. કાટમાળ હટાવવા માટે મોટી ક્રેન અને જેસીબી મશીન બોલાવવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડના વાહનો પણ હાજર છે. મોટી સંખ્યામાં પોલીસ અને મેડિકલ ટીમ હાજર છે.