
માહે જિલ્લાની એક તરફ અરબ સાગર આવેલ છે. જ્યારે બીજી તરફ તે કેરળ રાજ્યથી ઘેરાયેલો છે. આથી જ અહીંનુ વાતાવરણ, ખાનપાન, અને બોલીમાં કેરળનો પ્રભાવ સ્પષ્ટપણે ઝલકે છે.

માહે પુડ્ડુચેરી કેન્દ્ર શાસિત પ્રદેશનો એક ભાગ છે. પુડ્ડુચેરીના બાકીના તમામ હિસ્સાઓ અલગ-અલગ રાજ્યોમાં ફેલાયેલા છે અને માહેની ભૂગોળ અન્ય પુડ્ડુચેરીના ભાગોથી ઘણી જૂદી છે.

માહે જિલ્લાને 'French City of India' પણ કહેવામાં આવે છે કારણ કે ત્યાંની ઈમારતો અને માર્ગો ફ્રાંસની વાસ્તુકલાના નિયમોને આધારે બનાવવામાં આવી છે. અહીંની ડિઝાઈનમાં વસાહતી શૈલી (colonial style) સ્પષ્ટપણે જોવા મળે છે.

માહેમાં લોકો મલયાલમની સાથેસાથે ફ્રાસીસી ભાષા પણ બોલે છે. અહીં ભારતીય અને ફ્રાંસની સંસ્કૃતિનું સુંદર મિશ્રણ જોવા મળે છે. જે તેને અનોખો બનાવે છે.

માહે ભલે એક નાનકડો જિલ્લો હોય પરંતુ અહીં રહેનારા લોકો માટે શિક્ષણ, સ્વાસ્થ્ય અને પરિવહન જેવી તમામ જરૂરી સુવિધાઓ હોય છે. અહીંનું શાંત વાતાવરણ, ફ્રાસની ઈમારતો અને સમુદ્રનો નજારો તેને આકર્ષક બનાવે છે.
Published On - 4:41 pm, Tue, 12 August 25