
જો તમે મહાકુંભ ગ્રામમાં રોકાવવાનો પ્લાન કરી રહ્યા છો. તો બુકિંગ 10 જાન્યુઆરીથી 28 ફ્રેબુઆરી સુધી કરી શકો છે. જેના બુકિંગ માટે IRCTCની વેબસાઈટ www.irctctourism.com/mahakumbhgram પર જઈ વધુ માહિતી જોઈ શકો છે.

મહાકુંભ ગ્રામમાં રોકાવવા માટે ભાડાની વાત કરવામાં આવે તો 18,000 થી 20,000 પ્રતિ દિવસ છે. જેમાં નાસ્તો, લંચ અને ડિનર સામેલ છે. જો શ્રદ્ધાળુઓને એક્સ્ટ્રા બેડની જરુર છે. તો તેના માટે અલગથી ચાર્જ લેવામાં આવશે.

ટેન્ટ સિટીમાં પ્રવાસીઓની સુરક્ષાનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં સીસીટીવીથી નજર રાખવામાં આવશે. આ સિવાય પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. IRCTC દ્વારા તૈયાર કરાયેલ આ ટેન્ટ સિટી મહાકુંભ 2025 માટે આવતા ભક્તો માટે એક ઉત્તમ અને આરામદાયક વિકલ્પ છે. તેમની યાત્રાને યાદગાર પણ બનાવશે.