
ઘરની બાલકની માત્ર ખુલી હવા લેવા માટે જ નથી. પરંતુ આ એ પ્રવેશદ્વાર પણ છે જ્યાંથી ઘરમાં મુખ્ય રીતે પ્રાણવાયુ અને ભાગ્યનો પ્રવેશ થાય છે. જો તમે તમારી બાલકનીમાં યોગ્ય દિશા અને યોગ્ય નિયમ અનુસાર લકી પ્લાન્ટ્સ લગાવો છો તો એ ન માત્ર ઘરની શોભા વધારે છે. પરંતુ તમારા જીવનમાં તરક્કીના બંધ દરવાજા પણ ખોલી દે છે.

તુલસી (Tulsi): તુલસીનો છોડ ધાર્મિક અને વાસ્તુની દૃષ્ટિએ ઘણો મહત્વપૂર્ણ મનાય છે. તેને ઘરમાં લગાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને તેની સાથે જ આ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. તુલસીનો છોડ લગાવીને ન માત્ર તમે પુણ્ય પ્રાપ્ત કરો છો પરંતુ આર્થિક સમૃદ્ધિ પણ વધારો છો.

મની વેલ (Money Plant):આ છોડ આર્થિક સમૃદ્ધિ અને સુખ-શાંતિનું પ્રતિક છે. ઘરની બાલકનીમાં તેને લગાવવાથી તમે ઘરમાં ધન અને સમૃદ્ધિ લાી શકો છો. આ ઉપરાંત આ છોડ હવાને શુદ્ધ કરવામાં પણ મદદ કરે છે.

ગલગોટા (Marigold) :ગલગોટાનો છોડ રંગબેરંગી કુલો આપે છે. તે ન માત્ર ઘરની શોભા વધારશે પરંતુ ઘરના વાતાવરણને પણ સકારાત્મક અને તાજગીથી ભરી દે છે. આ છોડ આર્થિક સમૃદ્ધિ અને શાંતિનો પ્રતીક મનાય છે.

વાંસ (Bamboo): વાંસ ને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ શુભ માનવામાં આવે છે. આ સમૃદ્ધિ અને સફળતા લાવવામાં મદદ કરે છે.

જો આપ તરક્કી કરવા માગો છો તો વાંસના પ્લાન્ટને તમારી બાલકનીમાં લગાવો. વાંસનો પ્લાન્ટ આસાનીથી વધે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે.

ગુલાબનો છોડ ઘરમાં રાખવો પ્રેમનું પ્રતીક ગણાય છે. ઘરના સભ્યો વચ્ચે અરસપરસ સુમેળ અને પ્રેમ જળવાઈ રહે છે. તેની સુગંઘ અને સુંદરતા ઘરના માહોલને ખુશનુમા અને પોઝિટિવ રાખે છે. ગુલાબનો છોડ તમારા સંબંધોમાં પણ મીઠાસ લાવશે.

આ તમામ છોડને તમારી બાાલકનીમાં લગાવવાથી તમારુ ઘર હર્યુંભર્યું અને સુંદર લાગશે સાથોસાથ તમારા જીવનમાં તરક્કી અને સમૃદ્ધિ પણ વધશે.