
અંક 1ને ગ્રહોના રાજા સૂર્યનું પ્રતિનિધિત્વ માનવામાં આવે છે. બેંક ખાતા નંબરમાં 1 અંક હોવો શુભ માનવામાં આવે છે.

અંક 1 સંપત્તિ, સન્માન અને ખ્યાતિને આકર્ષે છે અને વ્યક્તિને પૈસા કમાવવા માટે પ્રેરણા આપી શકે છે.

અંક 5ના સ્વામી બુધ ગ્રહ માનવામાં આવે છે. જેનો સીધો સંબંધ વેપાર અને ધન સાથે છે. અંક 5 ધનને પોતાની તરફ આકર્ષે છે. જેના કારણે વ્યક્તિમાં પૈસા કમાવાની ઈચ્છા જાગે છે.

માન્યતા મુજબ જેમના બેંક એકાઉન્ટ નંબરમાં અંક 5 હોય છે તેઓને સામાન્ય રીતે ધનની તંગીનો સામનો ઓછો કરવો પડે છે અને આર્થિક સ્થિતિ મજબૂત રહે છે.

અંક 6 પણ બેંક એકાઉન્ટ નંબરમાં હોવો ખૂબ શુભ માનવામાં આવે છે. અંક 6ના સ્વામી શુક્ર ગ્રહ છે. જે સુખ, શાંતિ, સમૃદ્ધિ, કલા, ધન અને પ્રેમના કારક ગણાય છે.

એવું માનવામાં આવે છે કે જેમના બેંક એકાઉન્ટ નંબરમાં અંક 6 હોય છે તેમને જીવનમાં ગંભીર આર્થિક સંકટનો સામનો ઓછો કરવો પડે છે અને તેમની ઘણી ઇચ્છાઓ સરળતાથી પૂર્ણ થતી રહે છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.