
શેકેલા મખાના: શેકેલા મખાના એક હળવો અને પૌષ્ટિક નાસ્તો છે. તેમાં પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ અને એન્ટીઑકિસડન્ટ હોય છે. જે ફક્ત ઉર્જા જ નહીં પરંતુ હાડકાંને પણ મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. ઓછી કેલરી અને ઓછી ચરબી હોવાના કારણે વજન નિયંત્રણમાં રાખવા ઇચ્છતા લોકો માટે આ એક ઉત્તમ વિકલ્પ છે.

રોસ્ટેડ પીનટ : રોસ્ટેડ પીનટમાં પ્રોટીન, સ્વસ્થ ચરબી અને ઘણા જરૂરી વિટામિન અને ખનિજોનો સારો સ્ત્રોત હોય છે. તે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરી શકે છે અને તાત્કાલિક ઉર્જા પ્રદાન કરે છે. તેનું નિયમિત સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે અને સ્નાયુઓ મજબૂત બને છે.

પલાળેલા ચણા: રાતભર પલાળેલા ચણા પોષણથી ભરપૂર હોય છે. તેમાં પ્રોટીન, ફાઇબર, આયર્ન અને ઘણા જરૂરી પોષક તત્વો હોય છે. સવારે તેનું સેવન કરવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે. શરીરને ઉર્જા મળે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.

સ્વીટ કોર્ન: સ્વીટ કોર્ન સ્વાદિષ્ટ હોય છે. તેમાં ફાઇબર, કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન B અને એન્ટીઑકિસડન્ટ્સ પણ હોય છે. સ્વીટ કોર્ન શરીરને જરૂરી ઉર્જા પૂરી પાડી શકે છે અને સ્વસ્થ પાચનતંત્ર જાળવવામાં મદદ કરે છે.

ફ્રૂટ ચાટ: ફ્રૂટ ચાટ એ વિવિધ તાજા ફળોનું મિશ્રણ હોય છે. જે વિટામિન, ખનિજો, ફાઇબર અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે. તે શરીરને હાઇડ્રેટ રાખવામાં, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને દિવસભર તાજગી જાળવવામાં મદદ કરે છે. વિવિધ મોસમી ફળોમાંથી બનેલી ફ્રૂટ ચાટ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વિકલ્પ છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.