
ભાજી બનાવવા માટે બટેટા, ટામેટા, કોબી, વટાણા જેવી તાજી શાકભાજી, પાવભાજી મસાલો, બટર, લીંબુ, ડુંગળી અને પાવની જરૂર પડશે. ગ્રાહકોને એક ડીશમાં પીરસવા માટે પ્લેટ્સ, ચમચી અને ટિશ્યૂની જરૂર પડશે.

જો તમે Takeaway સેવા આપી રહ્યા હોવ, તો તેમાં પાવભાજીને યોગ્ય રીતે પેક કરવા માટે પેકિંગ મટિરિયલ જેવી કે એલ્યુમિનિયમ ફોઇલ, પેકિંગ ડબ્બા, કવર અને ટિશ્યૂની જરૂર પડશે, જેથી પાવભાજી ગરમ રહે. આ સાથે સાથે સફાઈ અને સ્વચ્છતા જાળવવા માટે ચોખ્ખું પાણી, કચરાના ડબ્બા અને એપ્રન જેવી વસ્તુઓ તમારી પાસે રાખો.

એક પાવભાજી પ્લેટ ₹40 (હાફ) થી ₹80 (ફુલ ડીશ) માં વેચી શકાય છે. જો દરરોજ 50 થી 100 પ્લેટ વેચાઈ જાય તો દૈનિક આવક ₹2,000 થી ₹8,000 સુધી પહોંચી શકે છે. હવે માસિક આવક જોઈએ તો, ₹50,000 થી ₹1,50,000 જેટલી આવક થાય, જેમાં તમને આરામથી ₹25,000 થી ₹70,000 જેટલો ચોખ્ખો નફો મળે છે.

આ ધંધો કરવા માટે તમારે FSSAI ફૂડ લાઈસન્સ, સ્થાનિક મ્યુનિસિપાલિટી પાસેથી વેપારી લાઈસન્સ, આધાર અને પાન કાર્ડ જેવા દસ્તાવેજો જોઈશે.

માર્કેટિંગ માટે Instagram, Facebook જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પેજ બનાવો અને નિયમિત પોસ્ટિંગ કરો. સ્કૂલ-કોલેજ નજીક સ્ટોલ મૂકો, Swiggy/Zomato પર રજિસ્ટર કરો અને ઘર-ઘર સુધી પાવભાજીનો ધંધો પહોંચાડો.

પાવભાજી કેવી રીતે બનાવવી એ શીખવા માટે YouTube ચેનલ્સ પર રોજ વીડિયો જોવો અને પાવભાજી બનાવવાની પ્રેક્ટિસ કરો. તદુપરાંત, કોઈ લોકલ પાવભાજી વાળાને મદદરૂપ બનો અને ત્યાંથી પણ પાવભાજી કેમનું બને તે શીખી શકો છો. વધુમાં તમે આગળ જઈને આ ધંધો franchise મોડલમાં ફેરવી શકો છો. ટૂંકમાં કહીએ તો, પાવભાજીનો બિઝનેસ નફાકારક બિઝનેસ છે.
Published On - 9:20 pm, Fri, 27 June 25