Loksabha Election 2024 : પોરબંદર બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયા લડશે લોકસભા ચૂંટણીની જંગ

|

Mar 15, 2024 | 4:59 PM

લોકસભાની ચૂંટણીની તૈયારીઓ દેશમાં તૈયારીઓ થઈ ચુકી છે. જેના પગલે રાજકીય પાર્ટીઓ દ્વારા લોકસભા બેઠક પર ચૂંટણી લડનાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસ પાર્ટીની ઉમેદવારોની બીજી યાદીમાં લલિત વસોયાનું નામ સામેલ છે. લલિત વસોયાને કોંગ્રેસ પાર્ટીએ પોરબંદરથી ટિકિટ આપી છે.

1 / 5
લલિત વસોયા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના મજબુત ઉમેદવારમાંથી એક માનવામાં આવે છે.લલિત વસોયાનો જન્મ રાજકોટના ધોરાજી ખાતે થયો હતો. તેમના પિતાનું નામ જસમતભાઈ વસોયા છે. તેઓ લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે.

2 / 5
પોરબંદર બેઠકના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર લલિત વસોયાના અભ્યાસની વાત કરવામાં આવે તો તે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી વર્ષ 1983માં એસ વાય બી.કોમનો અભ્યાસ કર્યો હતો.

3 / 5
લલિત વસોયાની પાટીદારો અને ખેડૂતો પર મજબુત પકડ છે. તેઓ ખેડૂતોના પ્રશ્નો, સડકથી લઈ વિધાનસભા સુધી અવાજ ઉઠાવી ચુક્યા છે.રામ મંદિરનું આમંત્રણ ન સ્વીકારવા મુદ્દે વસોયા તેમની પાર્ટીની પણ ટીકા કરી ચુક્યા છે.

4 / 5
લલિત વસોયાને રાજકારણ ક્ષેત્રે 30 વર્ષનો અનુભવ છે. 2017ના પાટીદાર અનામત આંદોલનમાં લલિત વસોયાએ સક્રિય ભૂમિકા ભજવી હતી.જેની અસરને લઈને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેમને ભારે બહુમતિ સાથે જીત મળી હતી.

5 / 5
 લલિત વસોયાએ 2019માં ભાજપ નેતા રમેશ ધડૂક સામે લોકસભાની ચૂંટણી લડ્યા હતા.પરંતુ તેઓની હાર થઈ હતી. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા તેમને 2022ની ગુજરાત વિધાનસભાની ટિકિટ પણ આપવામાં આવી હતી, જોકે તેમાં પણ તેઓને હારનો સામનો જ કરવો પડ્યો હતો.

Published On - 1:26 pm, Fri, 15 March 24

Next Photo Gallery