
ઓમ બિરલાનો જન્મ 23 નવેમ્બર 1962ના રોજ એક મારવાડી હિંદુ પરિવારમાં શ્રીકૃષ્ણ બિરલા અને શકુંતલા દેવીને ત્યાં થયો હતો. તેમણે સરકારમાંથી કોમર્સમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી. કોમર્સ કોલેજ, કોટા અને મહર્ષિ દયાનંદ સરસ્વતી યુનિવર્સિટી, અજમેર. તેમણે 1991માં અમિતા બિરલા સાથે લગ્ન કર્યા અને તેમની બે પુત્રીઓ આકાંશા અને અંજલી છે.

ઓમ બિરલાએ પોતાનો અભ્યાસ રાજસ્થાનના કોટામાંથી પૂર્ણ કર્યો છે. ત્યારબાદ તેમણે મહર્ષિ દયાનંદ કોલેજમાંથી બીકોમ અને એમકોમની ડિગ્રી લીધી છે.

એમકોમ કર્યા બાદ તેમણે રાજનીતિમાં પોતાના કરિયરની શરુઆત કરી હતી અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા. ઓમ બિરલા ધારાસભ્ય અને સાંસદ રહી ચૂક્યા છે.

ઓમ બિરલાની પત્ની ડોક્ટર છે. તેમણે એમબીબીએસનો અભ્યાસ કર્યો છે. ઓમ બિરલા અને અમિતા બિરલાના લગ્ન 1991ના રોજ થયા હતા. ઓમ બિરલાની મોટી દિકરીનું નામ આકાંક્ષા છે જે ચાર્ટર્ડ એકાઉન્ટેટ છે, તેમના લગ્ન પણ થઈ ચુક્યા છે. બીજી દિકરીનું નામ અંજલિ છે.

ઓમ બિરલા 2003 પછી એકપણ ચૂંટણી હાર્યા નથી. વર્ષ 2003માં તેઓ પ્રથમ વખત કોટાથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. 2008માં તેમણે કોટા દક્ષિણ બેઠક પરથી કોંગ્રેસના નેતા શાંતિ ધારીવાલને હરાવ્યા હતા.

વર્ષ 2013માં તેઓ ત્રીજી વખત કોટા દક્ષિણ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. જો કે, તેઓ વર્ષ 2014માં પહેલીવાર લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને વિજયી પણ થયા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી એટલે કે 2019 અને 2024માં તેણે માત્ર જીતનો સ્વાદ ચાખ્યો છે.

પહેલી વખત દેશના ઈતિહાસમાં લોકસભાની ચૂંટણી થઈ હતી. જેમાં એનડીએના ઓમ બિરલાએ જીત મેળવી હતી. આપણે લોકસભાના સ્પીકર ઓમ બિરલાની વાત કરીએ તો લોકસભા 2024 ચૂંટણી દરમિયાન એફિડેવિટમાં તેની કુલ નેટવર્થ 10.62 કરોડ રુપિયા છે.

ચૂંટણી લડતી વખતે ઓમ બિરલાએ ચૂંટણી પંચને કહ્યું હતું કે, તેમની પાસે 40,000 રૂપિયા રોકડા છે, જ્યારે તેમની પત્ની પાસે 30,000 રૂપિયા રોકડા છે.ઓમ બિરલાના બેંક ખાતામાં 1.32 કરોડ રૂપિયા જમા છે, જ્યારે તેમની પત્નીના બેંક ખાતામાં 94 લાખ રુપિયા છે

સ્પીકર ઓમ બિરલાએ કેટલાક શેરોમાં પણ રોકાણ કર્યું છે. તેમણે હિતકારી વિદ્યાલય સહકારી શિક્ષા સમિતિ લિમિટેડ સહિત અન્ય શેરમાં અંદાજે 1.08 કરોડ રુપિયા લગાવ્યા છે. આ સિવાય તેમની પત્ની પાસે અંદાજે 43,000 રુપિયાની એક એલઆઈસી પોલિસી છે.

ખાસ વાત તો એ છે કે, ઓમ બિરલાના નામે કોઈ ઘર નથી, જ્યારે તેની પત્નીના નામે ઘર છે. જેની કુલ કિંમત 4,49 કરોડ રુપિયાથી વધુ છે. ઓમ બિરલા બીજી વખત લોકસભાના સ્પીકર બન્યા છે.