
તમને જણાવી દઈએ કે વર્ષ 1951માં જ્યારે સ્વતંત્ર ભારતમાં પહેલીવાર ચૂંટણી થઈ ત્યારે પ્રતિ મતદાતાનો ખર્ચ માત્ર 6 પૈસા હતો.

જે હવે 2024માં વધીને 700 રૂપિયા થઈ ગઈ છે. આ વખતે ચૂંટણીમાં લગભગ દરેક ઉમેદવારની ખર્ચ મર્યાદા 95 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2019 સુધી ચૂંટણીનું બજેટ 50,000 થી 60,000 કરોડ રૂપિયા હતું, જે આ ચૂંટણીમાં વધીને 1.35 હજાર કરોડ રૂપિયા થઈ ગયું છે.

સાદી ગણતરી કરીએ તો એક મતદાતાનો ખર્ચો 700 રૂપિયા છે. 700 એટલે મોટી રકમ કહેવાય. કેમ કે સામાન્ય જનતાનો 3 મહિના મોબાઈલ રિચાર્જ પ્લાન આવી જાય, બાઈક સર્વિસ પણ આટલા રુપિયામાં થઈ જાય છે. 700માં જોઈએ તો લેડિઝ-જેન્ટ્સના એક ટાઈમનો પાર્લરનો ખર્ચો આટલો હોય શકે છે.