ભાજપના લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર, જાણો ગુજરાતમાં કોનું પત્તું કપાયું અને કોને કરાયા રિપીટ ?

|

Mar 13, 2024 | 9:34 PM

ભાજપે લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 72 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. જેમાં ગુજરાતના 7 ઉમેદવારોના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. ભાજપની બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારોમાં 2 સાંસદોને રિપીટ કરાયા છે, જ્યારે 5 એવા સાંસદ છે, જેમનું આ વખતે પત્તું કપાયું છે, એટલે આ 5 સાંસદોને રિપીટ કરાયા નથી.

1 / 5
ભાજપે લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 72 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. જેમાં ગુજરાતના 7 ઉમેદવારોના નામની પણ જાહેરાત કરવામાં આવી છે.

2 / 5
ભાજપે બીજી યાદીમાં ગુજરાતના વધુ 7 ઉમેદવારો જાહેર કર્યા છે, અગાઉ 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ત્યારે 26 બેઠકોમાંથી 22 બેઠકો પર ભાજપે ઉમેદવારો જાહેર કરી દીધા છે.

3 / 5
ગુજરાતના 7 ઉમેદવારોમાં અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને રિપીટ કરાયા છે, તો વડોદરાથી રંજન ભટ્ટને ભાજપે બીજો મોકો આપ્યો છે. જ્યારે 5 એવા સાંસદ છે, જેમનું આ વખતે પત્તું કપાયું છે, એટલે આ 5 સાંસદોને રિપીટ કરાયા નથી.

4 / 5
જ્યારે જે સાંસદોનું પત્તું કપાયું છે, તેમાં ભાવનગરથી ભારતીબેન શિયાળ, સુરતથી દર્શનાબેન જરદોશ, સાબરકાંઠાથી દિપસિંહ રાઠોડ, છોટાઉદેપુરથી ગીતાબેન રાઠવા અને વલસાડથી કે.સી પટેલનો સમાવેશ થાય છે.

5 / 5
ભાજપની બીજી યાદીમાં 5 નવા ચહેરાઓને તક મળી છે, જેમાં સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોર, ભાવનગરથી નિમુબેન બાંભણિયા, છોટાઉદેપુરમાં જશુભાઈ રાઠવા, સુરતમાં મુકેશ દલાલ અને વલસાડ બેઠક પર ધવલ પટેલને તક આપી છે.

Published On - 7:50 pm, Wed, 13 March 24

Next Photo Gallery