
એકતા કપૂરનો શો લોક અપ 2 હાલમાં ચર્ચામાં છે. શોની એક સ્પર્ધક, શ્રેયા કાલરા પણ ચર્ચા છે. ચાલો જાણીએ કે શ્રેયા કોણ છે, તે શું કરે છે અને તેના પરિવારમાં કોણ કોણ છે.

શ્રેયા કાલરા એક રિયાલિટી ટીવી સ્ટાર, ઇન્ફ્લુએન્સર અને પોડકાસ્ટર છે. તે મૂળ મધ્યપ્રદેશના ઇન્દોરની છે અને તેનો જન્મ એક પહાડી પરિવારમાં થયો હતો.

લોકઅપ 2ની વિવાદાસ્પદ સ્પર્ધક શ્રેયા કાલરાનો પરિવાર જુઓ

શ્રેયા કાલરાનો જન્મ 12 જૂન 1996ના રોજ મધ્યપ્રદેશના ઇન્દોરમાં થયો હતો. શ્રેયા 30 વર્ષની છે. ઇન્દોરથી તેમણે મુંબઈની ગ્લેમર દુનિયા અને ડિજિટલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

સોશિયલ મીડિયા પર ફેશન કન્ટેન્ટ અને ફની વીડિયો માટે જાણીતી શ્રેયા કાલરા હાલ ખુબ ચર્ચામાં છે. તેનું કારણ લોકઅપ સીઝન 2 છે. શ્રેયા કાલરા હાલ લોકઅપ 2માં બંધ છે.

તેમને 2020માં MTV રોડીઝ પર વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે ઓળખ મળી હતી. ત્યારબાદ તેમણે મ્યુઝિક વીડિયો અને ડિજિટલ પ્રોજેક્ટ્સમાં કામ કર્યું હતુ.

લોક અપ સચ યા સજામાં તેની એન્ટ્રી થઈ ત્યારથી શ્રેયા પોતાની વાતને લઈ ચર્ચામાં રહે છે. તે શોમાં અનેક સ્પર્ધકો સાથે ઝગડો કરતી જોવા મળી ચૂકી છે.

શ્રેયા ટીવી એક્ટર રિષભ જયસ્વાલને ડેટ કરી રહી છે. બંને 2021માં નેટફ્લિક્સ પ્રોજેક્ટ દરમિયાન મળ્યા હતા, અને તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.

તમને જણાવી દઈએ કે, શ્રેયાના ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તે યુટ્યુબ પર વ્લોગ પણ બનાવે છે.

તેનો એક ચેટ શો "ડોન્ટ સ્પીલ ટુ મચ" પણ છે, જે ચાર સીઝન પ્રસારિત થઈ ચૂક્યો છે. તેમણે મુનાવર ફારુકીના શો "ધ સોસાયટી" ને પણ હોસ્ટ કર્યો છે.
Published On - 7:06 am, Thu, 9 July 26