આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ગોલ્ડન જ્યુબિલીની ભવ્ય ઉજવણીમાં વડા પ્રધાને પશુ વીમા યોજના અંગે પણ વાત કરી છે.
આજે વડાપ્રધાને GCMMFના સહાકર સંમેલનને સંબોધતા કહ્યુ કે, આ યાત્રાને સફળ બનવવામાં પશુધનના ફાળાને પ્રણામ કરુ છુ. તેમના વિના ડેરી સેક્ટરની કલ્પના ન થઇ શકે. તેમણે જણાવ્યુ કે અમૂલ એટલે વિકાસ, વિશ્વાસ અને જન ભાગીદારી, ખેડૂતોનું સશક્તિકરણ, અમૂલ એટલે આત્મનિર્ભર ભારતની પ્રેરણા.
૫શુઓમાં આવતાં અસાઘ્ય રોગચાળા એન્થ્રેક્ષ, બર્ડફલ્યુ તથા હડકવા અને પોઈઝનીંગ (ફુડ,સ્નેક બાઈટ, કેમીકલ પોઈઝનીંગ વિગેરે) માં રોગચાળા મહારોગચાળા સમયે ૫શુ-મરઘાં-બતક ના મૃત્યુ થતાં હોય છે. ત્યારે ખાસ કરીને ૫શુ -મરઘાં-બતક રાખતા ગરીબ પશુપાલકોને મોટુ નુકશાન થાય છે
પશુપાલનોને મોટુ નુકસાના ન થાય અને પશુપાલનોને વળતર મળી રહે તે માટે પશુધન વીમા યોજનાની શરુઆત કરી છે. આ યોજનાનો લાભ નાના - મોટા તમામ ખેડૂતો લઈ શકે છે.
પશુપાલન અને ડેરી રાષ્ટ્રીય અને ગ્રામીણ અર્થતંત્ર માટે ખૂબ જ અગત્યનું ક્ષેત્ર છે. પશુપાલન ક્ષેત્રના વિકાસ માટે પશુપાલકોને રોગપ્રતિકારક રક્ષણ અને આનુવંશિક ગુણોનો વિક્સની સાથે પશુઓને આકસ્મિક ગુમાવવા પડે ત્યારે રક્ષણ આપવું જરૂરી છે. આ માટે ભારત સરકારે પશુધન વીમા યોજના શરૂ કરેલી છે.