
આ પોલિસી 30 દિવસથી લઈને 13 વર્ષની ઉંમરના બાળકો માટે લઈ શકાય છે. આ પોલિસીની ન્યૂનતમ પાકતી ઉંમર 18 વર્ષ અને મહત્તમ 25 વર્ષ છે. આ પોલિસી માટે 5, 6 અથવા 7 વર્ષના ટૂંકા ગાળાના પ્રીમિયમ ચુકવણી કરી શકાય છે. મહત્તમ પ્રીમિયમ ચુકવણીની મુદત 10 વર્ષ છે.

આ પ્લાન હેઠળ તમારે ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાની રકમનો વીમો લેવો પડશે. તમે 5, 10 કે 15 માં વર્ષે મની બેક પ્લાન જેવી મેચ્યોરિટી સેટલમેન્ટ લઈ શકો છો. આ પોલિસીમાં રોકાણ કરનારાઓને પાકતી મુદત પર વીમાની રકમ અને ખાતરી પૂર્વકના વળતરનો લાભ મળશે. પોલિસી લેનારા લોકો 'સમ એશ્યોર્ડ ઓન ડેથ'નો વિકલ્પ પણ પસંદ કરી શકે છે.