
જણાવી દઈએ કે, લીંબુમાં ઘણા પોષક તત્વો હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. વધુમાં જે લોકો તેમના આહારમાં લીંબુ પાણીનો સમાવેશ કરવા માંગે છે, તેઓ ઘણીવાર વિચારે છે કે લીંબુ પાણી કેટલા સમય સુધી પીવું જોઈએ? શું નિયમિત લીંબુ પાણીનું સેવન નુકસાનકારક હોઈ શકે છે?

આયુર્વેદ અનુસાર લીંબુમાં આમ્લ (ખાટો) રસ જોવા મળે છે, જેનાથી વાત અને કફ દોષોનો નાશ થાય છે. આનાથી તમારી પાચન શક્તિ મજબૂત થાય છે અને શરીરમાં રહેલા ઝેરી તત્વો (ટોક્સિન્સ) બહાર નીકળી જાય છે.

જો તમે સામાન્ય સ્વાસ્થ્ય લાભ માટે લીંબુ પાણીનું સેવન કરવા માંગતા હોવ, તો તમે તેને સતત 20–30 દિવસ સુધી પી શકો છો. આ સિવાય તમે નિયમિતપણે લીંબુ પાણી પી શકો છો. આનાથી તમારું મેટાબોલિઝમ (ચયાપચયની ક્રિયા) સારું થાય છે અને વજન ઓછું થાય છે. મેદસ્વિતા ઘટાડવા માટે પણ તમે સતત 15–21 દિવસ સુધી તેનું સેવન કરી શકો છો.

આયુર્વેદ અનુસાર, જ્યારે પણ તમે સતત એક મહિના સુધી લીંબુ પાણીનું સેવન કરો છો, ત્યારબાદ એક અઠવાડિયાનો બ્રેક (વિરામ) લેવો જોઈએ. લીંબુને વિટામિન સી, પોટેશિયમ અને ફ્લેવોનોઈડ્સનો નેચરલ સ્ત્રોત માનવામાં આવે છે.

આ સાથે જ તે એક ખૂબ જ સારું એન્ટીઑકિસડન્ટ પણ છે, જેના સેવનથી ઈમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) બુસ્ટ થાય છે. આનાથી કિડનીમાં પથરીનું સંભવિત જોખમ પણ ટળી શકે છે. ત્વચામાં કુદરતી નિખાર આવે છે અને શરીરમાં પાણીની અછત થતી નથી. બીજું કે, તેનાથી તમારી રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે.

લીંબુ પાણીને વૈજ્ઞાનિક દૃષ્ટિએ ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક પીણું માનવામાં આવે છે, જેને તમે દરરોજ પી શકો છો પરંતુ મર્યાદિત માત્રામાં જ તેનું સેવન સુરક્ષિત માનવામાં આવે છે. તમે આખા દિવસમાં માત્ર 01 ગ્લાસ (200-250 ml) પાણી જ પીવો. સારા સ્વાસ્થ્ય માટે તેને હળવા હુંફાળા પાણીમાં ભેળવીને પીવો. વધુ સારું રહેશે કે, તમે સવારે ખાલી પેટે અથવા ગમે ત્યારે જમવાના આશરે 30 મિનિટ પહેલા લીંબુ પાણી પીવો.

પહેલા એક ગ્લાસ પાણીને હળવું હુંફાળું થાય ત્યાં સુધી ગરમ કરી લો, ત્યારબાદ તેમાં અડધું લીંબુ નીચોવી દો. તમે ઈચ્છો તો તમારા સ્વાદ મુજબ તેમાં થોડું મધ પણ ઉમેરી શકો છો. વધુમાં એ પણ સારું રહેશે કે, તમે સવારે ખાલી પેટે જ તેનું સેવન કરો.

આ સિવાય જે લોકોને અતિશય એસિડિટી અથવા ગેસની સમસ્યા રહેતી હોય, તેમણે આનો ઉપયોગ કાં તો નિષ્ણાતની સલાહ મુજબ કરવો જોઈએ અથવા ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો જોઈએ. બીજું કે, જેમના દાંત અત્યંત સંવેદનશીલ (સેન્સિટિવ) હોય, તેમણે પણ આના ઉપયોગથી બચવું જોઈએ. તમે ઈચ્છો તો સાવચેતીના ભાગરૂપે અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ આનું સેવન કરો.
Published On - 8:57 pm, Sat, 17 January 26