
નકલી ચેકના કિસ્સાને ધ્યાનમાં રાખીને ઘણા લોકોએ ચેક બાઉન્સ થાય છે તેવા કિસ્સાઓ પણ સાંભળ્યા હશે. કોઈ કરોડો કે લાખોનો વ્યવસાય કરે છે અને નકલી ચેક આપે છે, એવામાં પછી જ્યારે ચેક બાઉન્સ થાય છે, ત્યારે તે વ્યક્તિને કડક સજા ભોગવવી પડે છે. જેમાં તેને જેલ પણ મોકલી શકાય છે.

હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન આવતો હશે કે, એક હજાર રૂપિયાનો ચેક બાઉન્સ થાય તો જેલ થઈ શકે ખરી? તો આ વાતનો જવાબ છે કે, ચેક એક હજારનો હોય કે એક કરોડનો ચેક બાઉન્સ થવો એ એક ગુનો છે.

'નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ 1881'ની કલમ 138 હેઠળ ચેક બાઉન્સ થવો એ એક ગુનો છે. જો કોઈ આ માટે દોષિત ઠરે છે, તો તેને બે વર્ષ સુધીની જેલ અથવા ચેકની રકમના બમણા સુધીનો દંડ થઈ શકે છે. જો કે, ક્યારેક બંને સજા એકસાથે મળી શકે છે પછી ભલે રકમ માત્ર 1,000 રૂપિયા જ કેમ ના હોય.

હવે તો ચેક બાઉન્સની ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, પહેલા ચેક બાઉન્સની ફરિયાદ 1 મહિનાની અંદર કરવાની રહેતી હતી પરંતુ હવે આ સમયમર્યાદા વધારીને 3 મહિના સુધીની કરવામાં આવી છે.

તમે ચેક બાઉન્સની ફરિયાદ ઓનલાઈન પણ નોંધાવી શકો છો. આ ઉપરાંત, બેંકોએ 24 કલાકની અંદર બંને પક્ષોને ચેક બાઉન્સ વિશે જાણ કરવી પણ જરૂરી છે. જો કોઈ જાણી જોઈને ચેક બાઉન્સ કરે છે તો 'ભારતીય દંડ સંહિતા 2023'ની કલમ 318 (4) હેઠળ કેસ નોંધી શકાય છે.