
નવા ન્યાયિક સંહિતામાં બેદરકારીથી મૃત્યુના કિસ્સામાં ડોકટરો અને અન્ય ગુનેગારો માટે સજાની જોગવાઈ છે.કલમ 304A હેઠળ, બેદરકારીથી મૃત્યુનું કારણ બને તો બે વર્ષ સુધીની કેદ અને/અથવા દંડની સજા થઈ શકે છે. હવે આ સજાને વધારીને પાંચ વર્ષ કરવામાં આવી છે.

અન્ય કેટલીક કલમો પણ છે જેના હેઠળ સજા મળી શકેછે. કલમ 304 જો લાપરવાહી હોય તો આ કલમ હેઠળ સજા મળી શકે છે. કલમ 336 આ કલમ ત્યારે લાગુ પડે છે. જ્યારે કોઈના કાર્યથી બીજાના જીવનો ખતરો હોય છે. કલમ 337 જો લાપરવાહીથી ઈજા થાય તો આ કલમ લગાવવામાં આવે છે.

જો એવું સાબિત થાય કે મૃત્યુ હોસ્પિટલ કે ડૉક્ટરની બેદરકારીને કારણે થયું છે, તો પીડિત પરિવારને વળતર માટે હોસ્પિટલ વિરુદ્ધ સિવિલ દાવો દાખલ કરવાનો અધિકાર હોઈ શકે છે.

પોલીસ આગ લાગવાના કારણની તપાસ કરશે અને જો બેદરકારી કે ગુનાહિત હત્યાના પુરાવા મળશે તો FIR નોંધશે.

તમને જણાવી દઈએ કે, ઉપહાર સિનેમામાં લાગેલી આગ ભારતીય ઇતિહાસની સૌથી ભયાનક આગ દુર્ઘટનાઓમાંની એક હતી. 13 જૂન 1997ના રોજ દિલ્હીના ગ્રીન પાર્કમાં આવેલા ઉપહાર સિનેમામાં બપોરે 3 વાગ્યે ફિલ્મ બોર્ડરના પ્રદર્શન દરમિયાન આગ ફાટી નીકળી હતી. 59 લોકો અંદર ફસાઈ ગયા હતા અને ગૂંગળામણથી મૃત્યુ પામ્યા હતા. આ નાસભાગમાં 103 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ઘટનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સિનેમા હોલમાં ફાયર સેફ્ટીની યોગ્ય વ્યવસ્થા નહોતી.સિનેમા હોલમાં આગ લાગ્યા પછી, વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો, જેના કારણે આખો હોલમાં અંધારપટ્ટ થયું હતુ. જેના કારણે લોકો બહાર નીકળી શક્યા ન હતા. સિનેમા હોલમાં કોઈ એક્ઝિટ લાઇટ કે ઇમરજન્સી લાઇટ નહોતી, અને લોકોને આગની જાણ કરવામાં આવી ન હતી.

આ આગની ઘટના અંગેની ટ્રાયલ હજુ પણ ચાલુ છે, જોકે આ કેસમાં પહેલો અહેવાલ 3 જુલાઈ, 1997ના રોજ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં સિનેમા મેનેજમેન્ટને આગ વિશે લોકોને સમયસર જાણ કરવામાં નિષ્ફળ રહેવા બદલ જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)