કાનુની સવાલ : જો કોઈનું મૃત્યુ થાય અને નોમિની ન હોય, તો પૈસા કોને મળે છે? જાણો નિયમો શું છે

બેંક ખાતાધારકના મૃત્યુ પછી, જ્યારે નોમિનીનું નામ ખાતામાં ઉમેરવામાં આવતું નથી ત્યારે મામલો જટિલ બની જાય છે. બેંકોના નિયમો અને શરતો અનુસાર, જો કોઈ ખાતાધારકનું મૃત્યુ થાય છે, તો તેના ખાતામાં જમા થયેલી રકમ તેના નોમિનીને આપવામાં આવે છે.

| Updated on: Aug 29, 2025 | 1:03 PM
1 / 10
આજકાલ બેન્કમાં ખાતું ખોલતી વખતે નોમિનીનું નામ દાખલ કરવાનું કહેવામાં આવે છે. બેન્કમાં સેવિંગ અકાઉન્ટ હોય કે કરન્ટ કે પછી જોઈન્ટ અને ડીમૈટ અકાઉન્ટ હોય સૌથી પહેલા નોમિનીનું નામ જોડવું ખુબ જરુરી છે.

2 / 10
બેન્ક અકાઉન્ટ હોલ્ડર સાથે નોમિનીનું નામ, તેના સંબંધ, ઉંમર,સરનામું વગેરેની જાણકારી લે છે. આ સાથે જૂના અકાઉન્ટમાં પણ નોમિનીનું નામ, સરનામું અપટેડ કરવાનું કહેવામાં આવે છે. તેમ છતાં કેટલાક એવા અકાઉન્ટમાં નોમિનીનું નામ જોડાયેલું કે અપટેડ થયેલું હોતું નથી.

3 / 10
 ત્યારે એક સવાલ થાય છે કે, જો અકાઉન્ટ હોલ્ડરનું મૃત્યું થઈ જાય છે અને ખાતામાં નોમિનીનું નામ જોડાયેલું નથી તો પૈસા કઈ રીતે અને કોને મળશે. તો ચાલો જાણીએ કે, બેન્ક અકાઉન્ટ ખોલતી વખતે કે ચાલુ રાખવા માટે તેમાં નોમિનીનું નામ જરુરી કેમ હોય છે.

4 / 10
આ સાથે જો કોઈ બેન્ક ખાતા માટે નોમિની બનાવ્યા નથી.તેનું કોઈકારણોસર મૃત્યું થઈ જાય છે. તો તેના બેન્કના ખાતામાં રહેલા પૈસા કોને આપવામાં આવે છે. આ વિશે બેન્કનો શું નિયમ છે? આવી પરિસ્થિતિમાં પૈસા કાઢવાની પ્રકિયા શું છે.

5 / 10
 બેન્કના નિયમો અને શરતો મુજબ જો કોઈ અકાઉન્ટ હોલ્ડરનું મૃત્યું થઈ જાય છે,તો તેના ખાતામાં જમા થેયલી રકમ  નોમિનીને આપવામાં આવે છે. જો કોઈ અકાઉન્ટ હોલ્ડરને એકથી વધારે નોમિની બનાવ્યા છે તો આ રકમ બંન્ને વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવે છે.

6 / 10
 અકાઉન્ટ હોલ્ડરનું મૃત્યું થઈ જાય તો પ્રશ્ન ત્યારે જટિલ બને છે. જ્યારે અકાઉન્ટમાં નોમિનીનું  નામ જોડાયેલું ના હોય. બેન્કના નિયમો મુજબ જો ખાતામાં નોમિનીનું નામ જોડાયેલું નથી. તો ખાતાધારકના મૃત્યું બાદ જમા રકમ તેના કાનુની ઉત્તરાધિકારીને સોંપવામાં આવે છે.

7 / 10
સામાન્ય રીતે વિવાહિત પુરુષના કાનુની ઉત્તરાધિકારી તેની પત્ની, બાળકો અને માતા-પિતા હોય છે. તેમજ જો લગ્ન કર્યા નથી. તો તેના કાનુની વારસદાર તરીકે તેના માતા-પિતા અને ભાઈ-બહેનો હોય છે.

8 / 10
જો નોમિનીનું નામ બેંક ખાતામાં ન ઉમેરાય, તો કાનૂની વારસદારને ખાતાધારકની જમા રકમ મેળવવા માટે કાર્યવાહી કરવી પડે છે. આ સમગ્ર પ્રક્રિયામાં પણ ઘણો સમય લાગે છે.

9 / 10
જો ખાતાધારકના મૃત્યુ પછી નોમિનીનું નામ બેંકમાં ન ઉમેરાય, તો કાનૂની વારસદારે બેંક શાખામાં ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો સબમિટ કરવા પડે છે. અનેક પુરાવાનો  સમાવેશ કરવામાં આવે છે.

10 / 10
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)

Follow Us