
પ્રશ્ન એ છે કે શું પોલીસ ભીડને કાબૂમાં રાખવા માટે આવી ખતરનાક એસોલ્ટ રાઇફલનો ઉપયોગ કરી શકે છે. જવાબ સ્પષ્ટ છે, ભીડને કાબૂમાં રાખવા માટે આવા ખતરનાક હથિયારનો ઉપયોગ કરવાની પરવાનગી નથી.

કાયદા અને ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર, આની પરવાનગી નથી. આનો અર્થ એ છે કે સામાન્ય પરિસ્થિતિઓમાં આવા હથિયારોનો ઉપયોગ કરી શકાતો નથી. કાનુન મુજબ ભીડને નિયંત્રિત કરવા માટે સૌથી પહેલા વાતચીત અને બળપ્રયોગને ઓછો કરવાનો નિયમ છે. AK-47 જેવા ઓટોમૈટિક હથિયારો માટે ગંભીર સુરક્ષામાં ઉપયોગ કરી શકાય છે.

જેમ કે, આતંકવાદ વિરોધી અભિયાન, નક્સલ ઓપરેશન જેવી સ્થિતિમાં આવા હથિયારનો ઉપયોગ કરી શકાય છે. કાનુન મુજબ પોલીસની પહેલી જવાબદારી બળ પ્રયોગ નથી. પરંતુ પરિસ્થિતિને શાંતિપૂર્ણ રીતે સંભાળવાનો છે. સૌથી પહેલા પ્રદર્શનકારિઓ સાથે વાતચીત કરવામાં આવે છે. લાઉડસ્પીકરથી ચેતવણી આપવામાં આવે છે. તેમણે શાંતિપૂર્વક દુર થવાની તક આપવામાં આવે છે.

જો ભીડ દુર થતી નથી. તો પોલીસ પહેલા વોટર કૈનન અને ત્યારપછી ટિયરગેસનો ઉપયોગ કરી શકે છે. તેનો હેતુ ભીડને દુર કરવાનો છે, ગંભીર ઈજા પહોંચાડવાનો નથી. જો કે, જો પરિસ્થિતિ વધુ વણસે અને આ અગાઉના પગલાં સંપૂર્ણપણે નિષ્ફળ જાય, તો મર્યાદિત લાઠીચાર્જનો ઉપયોગ થઈ શકે છે. આ માટે સામાન્ય રીતે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની મંજૂરીની જરૂર પડે છે, જેથી બળનો ઉપયોગ કાયદાની અંદર રહે.

ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, AK-47 એક પ્લાટૂન-સ્તરીય હથિયાર છે. તે સામાન્ય કાયદો અને વ્યવસ્થા ફરજો અથવા પ્રદર્શન નિયંત્રણ માટે બનાવાયેલ નથી. તેનો ઉપયોગ ફક્ત આતંકવાદ વિરોધી કામગીરી, નક્સલ વિરોધી કામગીરી, ભારે સશસ્ત્ર ગુનેગારો સામેની કાર્યવાહી અથવા સ્વ-બચાવની અત્યંત જટિલ પરિસ્થિતિઓમાં જ થઈ શકે છે. તેનો ઉપયોગ ફક્ત ખાસ તાલીમ પામેલા કર્મચારીઓ દ્વારા જ થાય છે.

હવે આપણે જોઈએ કે, આ બધાને લઈ કાનુન શું કહે છે. ભીડ દુર કરવી અથવા બળ પ્રયોગ સાથે જોડાયેલા કાનુન ભારતીય નાગરિકની સુરક્ષા સંહિતા (BNSS 2023), ગૃહ મંત્રાલય (MHA)બ્યુરો ઓફ પોલિસ રિસર્ચ એનેડ ડેવલપમેન્ટને ભીડને નિયંત્રિત કરવા સાથે જોડાયેલી એસઓપીમાં આપવામાં આવ્યા છે.

આ નિયમનો મૂળ સિદ્ધાંત છે કે, પોલીસ માત્ર એટલો જ બળ પ્રયોગ કરશે. જેટલી સ્થિતિને નિયંત્રિત કરવા માટે જરુરી છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )