
દેશમાં વૃદ્ધ લોકોની સંખ્યા વધી રહી છે. સીનિયર સીટિઝનને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે. તેમજ અનેક યોજનાઓ પણ છે. જે સીનિયર સીટિઝન માટે પણ કાનુન બનાવવામાં આવ્યા છે. આવો જ એક કાનુન છે સીનિયર સીટીઝન એક્ટ 2007 જે સીનિયર સીટિઝનની રક્ષા કરે છે.તેમજ તેને પાવરફુલ બનાવે છે.

જેની ઉંમર 60 વર્ષથી વધારે છે. તે સીનિયર સીટિઝન એક્ટમાં આવે છે. એટલે કે, જરુર પડે તો આનો ઉપયોગ કરી શકે છે.સામાન્ય રીતે વુદ્ધ પોતાની સંપત્તિ અને પ્રોપર્ટી બાળકોના નામે કરી દે છે અને આશા રાખે કે,તે આગળ તેની સારસંભાળ રાખશે.

તેમના બાળકો તેમને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડશે અને તેમની જરૂરિયાતો પૂરી કરશે. જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જાય, તો સીનિયર સીટિઝન એક્ટ લાગુ કરી શકાય છે. આવી ઘટનાઓને રોકવા અને તેમની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે 2007માં સીનિયર સિટીઝન એક્ટ ઘડવામાં આવ્યો હતો. આ કાયદામાં નાણાકીય સહાય, તબીબી સુરક્ષા, આવશ્યક ખર્ચ અને રક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું.

60 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના લોકો આ કાનુન હેઠળ આવે છે.જેમાં જન્મ આપનાર માતા-પિતા,દત્તક લેનાર માતા-પિતા તેમજ સાવકા માતા-પિતા પણ સામેલ છે.માતાપિતા અથવા સીનિયર નાગરિકો કે જેઓ પોતાની સંપત્તિ અથવા આવકમાંથી પોતાનું ગુજરાન ચલાવવામાં અસમર્થ હોય તેઓ સીનિયર નાગરિક અધિનિયમ હેઠળ તેમના બાળકો પાસેથી ભરણપોષણનો દાવો કરી શકે છે.

સીનિયર સીટિઝન એક કરતાં વધુ બાળકો, જેમાં પુત્ર, પુત્રી અને પૌત્ર-પૌત્રીઓનો સમાવેશ થાય છે, પાસેથી પણ ભરણપોષણનો દાવો કરી શકે છે. જો કે, તેઓ કોઈપણ સગીર પાસેથી ભરણપોષણનો દાવો કરી શકતા નથી.

જો કોઈ વૃદ્ધ વ્યક્તિને કોઈ બાળકો ન હોય, તો પણ જો તેમની મિલકત અથવા સંપત્તિનો ઉપયોગ સંબંધીઓ દ્વારા કરવામાં આવતો હોય તો તેઓ ભરણપોષણનો દાવો દાખલ કરી શકે છે. વૃદ્ધ વ્યક્તિની સંભાળ માટે માલિક અથવા વારસદારો પર દાવો કરી શકાય છે. આ દાવો કરવા માટે તે સ્વતંત્ર છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)