કાનુની સવાલ : જો તમે આ ભૂલ કરી તો જામીન પણ નહી મળે, જેલમાં અડધી જિંદગી જતી રહેશે

કોઈના પ્રાઈવેટ ફોટો અને વીડિયો લીંક કરવો એક મોટો ગુનો છે. ભારતીય ફોજદારી કાર્યવાહી સંહિતામાં આ માટે દંડનીય જોગવાઈઓ છે. આજે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ક્યા ક્યા કાનુન છે.

| Updated on: Apr 04, 2026 | 7:13 AM
1 / 8
આજના ડિજિટલ યુગમાં મોટા પ્રમાણમાં લોકો મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. આ સાથે તેનો દુરઉપયોગ પણ ખુબ વધી રહ્યો છે. કોઈ વ્યક્તિનો પ્રાઈવેટ ફોટો કે,એમએમએસ વાયરલ કરવાની ઘટનાઓ પણ વધી રહી છે.

2 / 8
કેટલીક વખત બદલાની ભાવના, બ્લેકમેલિંગ કે મનોરંજનના નામ પર એમએમએસ વાયરલ કરવામાં આવે છે. જેની એક ગંભીર અસર પીડિતની જિંદગી પર પણ પડે છે. તેમજ તેની જિંદગી પણ બરબાદ થઈ શકે છે.

3 / 8
કેટલીક વખત એવું પણ જોવા મળે છે કે, વીડિયો લીંક થાય બાદ વ્યક્તિ માનસિક તણાવમાં આવીને અને સામાજિક બદનામીના ડરના કારણે આત્મહત્યા કરી લેતા હોય છે. ભારતના કાનુનમાં આ એક ગંભીર ગુનો માનવામાં આવ્યો છે. આને લઈ કડક સજા પણ થઈ શકે છે.

4 / 8
ભારતીય ફોજદારી સંહિતામાં મહિલાઓની ગોપનીયતાના રક્ષણ માટે વિવિધ જોગવાઈઓ છે. BNS અનુસાર, કોઈ મહિલાનો ફોટો કે વીડિયો તેની પરવાનગી વિના લીક કરવો એ ગંભીર ગુનો માનવામાં આવે છે.

5 / 8
BNSની કલમ 73 હેઠળ કોઈનો પ્રાઈવેટ વીડિયો કે ફોટો લેવો અને તેને વાયરલ કરવો એક ગુનો છે.આવા કિસ્સામાં, દોષિત વ્યક્તિને ઓછામાં ઓછી 1 થી 3 વર્ષની કેદ અને દંડની સજા થાય છે.

6 / 8
આ પછી પણ, જો તે વ્યક્તિ સુધારો નહીં કરે અને ફરીથી કોઈના પ્રાઈવેટ ફોટા કે વીડિયો લીક કરશે, તો તેને 3 થી 7 વર્ષની જેલ અને પકડાઈ જવા પર દંડની સજા થશે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આવા કિસ્સાઓ બિન-જામીનપાત્ર  છે.

7 / 8
પોલીસ તમને વોરંટ વિના ધરપકડ કરી શકે છે. આવા ગુનાઓ માટે જામીન મેળવવું સરળ નથી. આ બાબતનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે.

8 / 8
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)

Follow Us