
અમદાવાદમાં કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવાની ધમકી મળ્યા બાદ વાલીઓ પોતાના બાળકોને લેવા માટે શાળામાં પહોંચી ગયા હતા. વાલીઓમાં ભયનો માહૌલ ફેલાયો હતો. 26 મી જાન્યુઆરી પહેલ શાળાને આ ધમકી મળતા તંત્રમાં હલચલ મચી ગઇ છે.

આજકાલ, મોટાભાગના લોકો પાસે સ્માર્ટફોન અને ઇન્ટરનેટની સુવિધા છે. પરંતુ ક્યારેક, કેટલાક લોકો તેનો દુરુપયોગ કરે છે. તમે સમાચારોમાં સાંભળ્યું હશે કે શાળાઓ અને એરપોર્ટ સહિત વિવિધ સ્થળોએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. જોકે, જ્યારે સુરક્ષા દળોએ આ સ્થળોની તપાસ કરી, ત્યારે તેમને કંઈ મળતું નથી.

આનો અર્થ એ છે કે આ મેસેજ સંપૂર્ણપણે ખોટા હતા. પરંતુ હવે પ્રશ્ન એ છે કે, આવા ખોટા મેસેજ મોકલીને સામાજિક વાતાવરણને બગાડનારાઓ સામે શું કાર્યવાહી કરી શકાય? આજે, અમે તમને જણાવીશું કે આ માટે શું સજા છે.

શું તમે જાણો છો આવી ખોટી ધમકીની શું સજા થઈ શકે, કઈ કલમ તમારા પર લાગી શકે છે. તમને જણાવી દઈએ કે, ખોટી ધમકી આપનારને 10 વર્ષની સજા થઈ શકે છે. જો વ્યક્તિ જાણી જોઈને આવું કામ કરે છે. તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે.

એટલું જ નહીં, તપાસ એજન્સીઓ તે વ્યક્તિ સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ પણ કાર્યવાહી કરી શકે છે. તમને જણાવી દઈએ કે, બોમ્બની ધમકી આપવી કોઈ મજાક નથી પરંતુ આનાથી માહૌલ પણ બગડી શકે છે.

કેટલીક વખત તો અફરાતફરીનો માહૌલ પણ સર્જાય જાય છે.આવી ઘટનાઓને ગંભીર ગુનાની શ્રેણીમાં રાખવામાં આવે છે.જોકે, ગુનેગારને શું સજા મળશે તેનો અંતિમ નિર્ણય કોર્ટ લેશે.

આ મામલે ભારતીય દંડ સંહિતાની કલમ 505 (2) એટલે કે, લોકો વચ્ચે ડરનો માહૌલ ફેલાવવો. ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 120(બી) હેઠળ ગુનાહિત સંદેશાવ્યવહાર દ્વારા ધમકીઓ આપવા બદલ અને ગુનાહિત કાવતરું 120(બી) હેઠળ ગુનાહિત કાવતરું કરવા બદલ કેસ દાખલ કરવામાં આવે છે. આ કલમો હેઠળ દોષિત ઠેરવવા પર ગંભીર દંડ પણ ફટકારવામાં આવે છે.

IPC ની કલમ 505(2) એક બિન-જામીનપાત્ર ગુનો છે જેમાં ત્રણ થી પાંચ વર્ષની કેદ અને દંડ થઈ શકે છે. કલમ 507, ગુનાહિત સંદેશાવ્યવહાર દ્વારા ગુનાહિત ધમકીઓ આપવા બદલ, બે વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે. આ સજા અન્ય કલમો હેઠળ લગાવવામાં આવેલી કોઈપણ સજા ઉપરાંત છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)