
આમ જોઈએ તો આ વાત ખુબ સામાન્ય છે. કોઈ વ્યક્તિનું મૃત્યુ કોઈ પણ વસિયતનામા બનાવ્યા વગર થઈ જાય છે. તો પરિવારના સભ્યોના મનમાં અનેક સવાલો થાય છે કે, સંપત્તિની વહેંચણી કઈ રીતે થશે. તેમજ કોને કેટલો ભાગ મળશે.

માહિતીના અભાવે એવી માન્યતા છે કે ,પરિવારના મોટા દીકરા અથવા વડાને સમગ્ર મિલકતનો વારસો મળશે, જોકે કાયદામાં એવું જણાવવામાં આવ્યું નથી. જો મૃતકે વસિયતનામું બનાવ્યું ના હોય, તો મિલકત સંબંધિત વારસા કાયદા અનુસાર વહેંચવામાં આવે છે.

હિન્દુઓ, બૌદ્ધો, જૈનો અને શીખો માટે, હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956 લાગુ પડે છે, જે કાનૂની વારસદારોના અધિકારો સ્પષ્ટ રીતે દર્શાવે છે. જો કોઈનું મૃત્યું વસીયતનામું બનાવ્યા વગર થાય છે. તો આને કાનુની ભાષામાં ઈન્ટેસ્ટેટ ડેથ કહેવામાં આવે છે.

આવા કેસમાં સંપત્તિની વહેચણી સંબંધિત ઉત્તરાધિકાર કાનુન હેઠળ કરવામાં આવે છે. હિન્દુ પરિવારોમાં આ પ્રકિયા હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ 1956 અનુસાર થાય છે.જેમાં સૌથી પહેલા મૃતક વ્યક્તિના ક્લાસ 1 એટલે કે, સૌથી નજીકના લોકોની ઓળખ કરવામાં આવે છે. જેમાં પત્ની, પુત્ર,પુત્રી અને માતા પ્રમુખ રુપે સામેલ થાય છે.

જો કોઈ જીવિત છે, તો પ્રત્યેકને સંપત્તિમાં સમાન ભાગ મળે છે. કોઈ એક ઉત્તરાધિકારીને બીજાની તુલનામાં વધારે અધિકારો મળતા નથી. જો કોઈ માન્ય કાનૂની આધાર ન હોય, તો જો વર્ગ-1 ના વારસદારો ન હોય, તો પછીના વર્ગના વારસદારો કાયદા મુજબ હકો વારસામાં મેળવે છે.

2005માં થયેલા સુધારા બાદ, દીકરીઓને દીકરાઓ સાથે પૈતૃક મિલકતમાં સમાન અધિકાર છે. જો કોઈ દીકરો કે દીકરી પહેલાથી જ મૃત્યુ પામ્યા હોય, તો તેમના બાળકોને પ્રતિનિધિત્વ અધિકારો મળી શકે છે.

ટુંકમાં જો વસિયતનામા વગર કોઈનું મૃત્યું થાય તો એવું નહી કે, સંપત્તિમાં ભાગ મળશે નહી. ભારતીય કાનુન સ્પષ્ટ રુપે આવા કેસમાં ઉત્તરાધિકારને આ ભાગ મળે છે.

હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ 1956 હેઠળ વર્ગ 1 ના વારસદારોને પ્રાથમિકતાના આધારે સમાન અધિકારો આપવામાં આવે છે. જો પરિવાર પરસ્પર સંમતિથી સમાધાન કરે તો વિવાદો ટાળી શકાય છે, અન્યથા, કોર્ટ કાનૂની પ્રક્રિયા અનુસાર હિસ્સો નક્કી કરે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )