
સુનાવણીના અંતે, બેન્ચે સ્પષ્ટપણે કહ્યું કે. કોર્ટ હવે હાથ પર હાથ રાખી બેસી શકે નહીં. અમે તેમને આ સ્થિતિમાં રહેવા ન દઈ શકીએ, કોર્ટે આદેશ આપ્યો છે કે, યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવે. નવો રિપોર્ટ માંગવામાં આવ્યો છે,

ભારતમાં ઈચ્છામૃત્યુનો કાનૂન શું કહે છે. હરીશ રાણાનો આ કેસ એવો પહેલું પ્રકરણ હશે. જેમાં સુપ્રીમ કોર્ટે દ્વારા નિર્ધારિત પ્રકિયા હેઠળ કોર્ટે ખુદ દેખરેખ રાખી રહી છે. સુપ્રીમ કોર્ટે વર્ષ 2018માં ગરિમાની સાથે મૃત્યુના અધિકારને જીવનનો મૌલિક અધિકારનો ભાગ માન્યો હતો.

આ સાથે ટર્મિનલ બિમારી કે પછી વેઝિટેટિવ સ્ટેટમાં જીવન-રક્ષક ઉપકરણો દૂર કરવાની મંજૂરી આપવામાં આવી હતી.2023માં, કોર્ટે પ્રક્રિયામાં સુધારો કર્યો, બે-સ્તરીય તબીબી બોર્ડની સ્થાપના કરી.તેણે એ પણ સુનિશ્ચિત કર્યું કે જો દર્દીના પરિવારને હોસ્પિટલ તરફથી ઈચ્છામૃત્યુની વિનંતી કરવાની પરવાનગી ન મળે, તો તેઓ હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે.

હરીશ 2013માં પંજાબ યુનિવર્સિટીમાં બી.ટેક ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે તે તેના પીજીના ચોથા માળેથી પડી ગયો હતો. અનેક હોસ્પિટલોમાં સારવાર લેવા છતાં, તે કોમામાંથી બહાર આવ્યો નહીં. જ્યારે દિલ્હી હાઈકોર્ટે તેનો કેસ પ્રાથમિક બોર્ડને મોકલવાનો ઇનકાર કર્યો, ત્યારે તેના પિતાએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. તેમણે દલીલ કરી કે તેમના પુત્રની સ્થિતિ તેના ગૌરવનું ઉલ્લંઘન કરે છે અને હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના માર્ગદર્શિકાનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે.

આવી સ્થિતિમાં એ જાણવું મહત્વપૂર્ણ બની જાય છે કે ઈચ્છામૃત્યુના કેટલા પ્રકાર છે. સૌથી પહેલું સક્રિય ઈચ્છા મૃત્યું આ કિસ્સામાં, કોઈ જીવલેણ બીમારીથી પીડાતા અને અસહ્ય શારીરિક કે માનસિક પીડા સહન કરતા દર્દીનું જીવન જાણી જોઈને સમાપ્ત કરવામાં આવે છે. ડોકટરો અથવા તબીબી કર્મચારીઓ પીડા દૂર કરવાના આડમાં દર્દીના જીવનનો અંત લાવવા માટે ઘાતક દવાઓ આપે છે.

નિષ્ક્રિય ઈચ્છામૃત્યુમાં વ્યક્તિને સંપૂર્ણ રીતે મારી નાખવાને બદલે જીવન બચાવતી તબીબી સહાયથી વંચિત રાખવાનો સમાવેશ થાય છે. આ નિર્ણય સામાન્ય રીતે ત્યારે લેવામાં આવે છે જ્યારે દર્દી લાંબા સમય સુધી, ઘણીવાર છ મહિના કે તેથી વધુ સમય માટે વેઝિટેટિવ સ્થિતિમાં હોય અને સામાન્ય જીવનમાં પાછા ફરવાની કોઈ વાસ્તવિક શક્યતા ન હોય. આવા કિસ્સાઓમાં,લાઈફ સપોર્ટ સિસ્ટમ દૂર કરવામાં આવે છે અને મૃત્યુને મંજૂરી આપવામાં આવે છે.

આને આસિસ્ટેડ આત્મહત્યા કહેવામાં આવે છે. આ કિસ્સામાં, દર્દી, સંપૂર્ણ સભાન હોવા છતાં, પોતાનું જીવન સમાપ્ત કરવાનો નિર્ણય લે છે, પરંતુ તેમને તબીબી સહાય પૂરી પાડવામાં આવે છે. ડૉક્ટર તેમને તેમના નિર્ણયને અમલમાં મૂકવા માટે દવા અથવા અન્ય જરૂરી સાધનો પૂરા પાડે છે.લિવિંગ વીલ એ એક કાનૂની દસ્તાવેજ છે જેના દ્વારા વ્યક્તિ અગાઉથી સ્પષ્ટ કરે છે કે,શું તે ભવિષ્યમાં એવી અસાધ્ય સ્થિતિમાં પહોંચી જાય જ્યાં સાજા થવાની કોઈ શક્યતા ન હોય તો કૃત્રિમ રીતે જીવન જાળવવા માટે તબીબી સુવિધાઓનો લાભ લેવા માંગે છે તે નહી.કઈ પરિસ્થિતિઓ માટે ઈચ્છામૃત્યુની મંજૂરી છે?સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા કોઈ ચોક્કસ શરતોનો ઉલ્લેખ કરતી નથી. જો કોઈ ડૉક્ટર નક્કી કરે કે દર્દીને બચવાની કોઈ આશા નથી, તો દર્દી અને તેના પરિવારની સલાહ પર ઈચ્છામૃત્યુ આપી શકાય છે.જોકે, ઈચ્છામૃત્યુ આપવામાં આવી રહેલી વ્યક્તિને પરિસ્થિતિની જાણ હોવી જરૂરી છે. (all photo : canva)