
આજે છે મેન્સ ડે તો ચાલો આજે પુરુષના અધિકારો વિશે જાણીશું.આજના સમાજમાં, સ્ત્રી અને પુરુષ બંનેને સમાન કાનૂની અધિકારો આપવામાં આવ્યા છે. છૂટાછેડા અને ભરણપોષણની બાબતમાં કાયદો લિંગના આધારે ભેદભાવ કરતો નથી.

કાનૂની રક્ષણ ફક્ત સ્ત્રીઓ અથવા બાળકો માટે જ નહી પરંતુ ભારતીય બંધારણ પુરુષોને સમાન મૂળભૂત અધિકારો આપે છે, જેમ કે જીવન, સ્વતંત્રતા અને મિલકતનો અધિકાર. પુરુષો પાસે ઘણા મહત્વપૂર્ણ અધિકારો છે

કાયદા સમક્ષ સમાનતા અને સ્વતંત્રતા , ભારતીય બંધારણની કલમ 14 કાયદા સમક્ષ સમાનતાની જોગવાઈ કરે છે અને કલમ 21 જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણની જોગવાઈ કરે છે.

છૂટાછેડા અને ન્યાયિક પ્રક્રિયા પુરુષો ક્રૂરતા, ત્યાગ અથવા પરસ્પર સંમતિ જેવા કાનૂની આધારો પર છૂટાછેડા માટે અરજી કરી શકે છે અને કોર્ટમાં પોતાનો કેસ રજૂ કરવાનો અધિકાર ધરાવે છે.

બાળકોની કસ્ટડીનો દાવા છૂટાછેડા અથવા વૈવાહિક વિવાદોના કિસ્સાઓમાં, પિતા પણ બાળકોની કસ્ટડી અથવા મુલાકાતના અધિકારો માટે કોર્ટમાં અરજી કરી શકે છે. મિલકત અને વારસો વ્યક્તિગત અને વારસાગત કાયદા હેઠળ, પુરુષોને તેમની મિલકતનું રક્ષણ કરવાનો અને તેમની યોગ્યતા અનુસાર પૈતૃકોની મિલકતમાં હિસ્સો મેળવવાનો અધિકાર છે.

ધમકી, છેતરપીડિ જેવા કેસમાં પુરુષ પણ ફરિયાદ કરી શકે છે.ખોટા કેસમાં કાનૂની બચાવનો અધિકાર, જામીન/આગોતરા જામીન મેળવવાનો, કેસ રદ કરાવવાનો અને માનહાનિ અથવા અન્યાયી કાર્યવાહી માટે કાનૂની ઉપાયો લેવાનો અધિકાર.

ધમકી, છેતરપીડિ જેવા કેસમાં પુરુષ પણ ફરિયાદ કરી શકે છે.ખોટા કેસમાં કાનૂની બચાવનો અધિકાર, જામીન/આગોતરા જામીન મેળવવાનો, કેસ રદ કરાવવાનો અને માનહાનિ અથવા અન્યાયી કાર્યવાહી માટે કાનૂની ઉપાયો લેવાનો અધિકાર.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )