
પત્નીને ગુજારા ભથ્થું અને બાળકોના ગુજારા ભથ્થાની રકમ વધારવાની સાથે મધ્યપ્રદેશ હાઈકોર્ટે કહ્યું કે, ટ્રાયલ કોર્ટે પતિની આવક સાબિત કરવાનો બોજ ખોટી રીતે પત્ની પર નાંખવામાં આવ્યો હતો.

આ વાત પર જોર આપતા સીઆરપીસીની કલમ 125 એક સામાજિક કલ્યાણની કાર્યવાહી છે. ટ્રાયલ કોર્ટે પતિ પર પોતાની આવક સાથે જોડાયેલી તમામ વાતનો બોજ નાંખવાની જરુર હતી. પતિ એમબીએ અને ઈન્દોરમાં ડીજીએમ તરીકે કામ કરી રહ્યો છે.

લગ્નજીવન અને 10 વર્ષની બાળકની સંભાળ રાખ્યા બાદ એ માની શકાતું નથી કે, પત્ની આટલી કમાણી કરી રહી છે કે, ગુજારા ભથ્થું ન મળે. આવકનો સ્ત્રોત છુપાવી શકાય છે પરંતુ સ્ટેટસ છુપાવી શકાતું નથી. પતિ , પત્નીઅને બાળકના જીવન સ્તર અનુસાર તેનું ભરણરપોષણ કરવાની પોતાની જવાબદારીથી બચી શકે નહી.

કપલે 6 મે 2013ના રોજ લગ્ન કર્યા હતા. 11 ઓક્ટોબરના રોજ બાળકનો જન્મ થયો હતો. પત્નીએ 9 માર્ચ 2024ના રોજ સીઆરપીસીની કલમ 125 હેઠળ મેન્ટેન્સ માટે અરજી દાખલ કરી હતી. કારણ કે, તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતુ તેના પતિનું એક્સ્ટ્રા-મેરિટલ અફેર હતુ. તેને દુવ્યવ્હાર અને ઉપેક્ષાનો સામનો કરવો પડ્યો હતો.

પત્નીએ એ પણ દાવો કર્યો કે, તે 2024થી પતિથી અલગ રહેતી હતી. પત્નીએ 3 લાખ ભરણ પોષણની માંગ કરી હતી. આવું તર્ક આપતા પતિ એક પ્રાઈવેટ કંપની ચલાવે છે. તેમજ ડીજીએમ તરીકે કામ કરી 3 લાખની સેલેરી પણ મેળવે છે.

પત્નીની અરજીનો જવાબ આપતા કહ્યું કોઈ પણ કારણ વગર ઘર છોડીને ચાલી ગઈ છે. દાવો કર્યો કે, પત્નીની હરકતોના કાણે તેના માતા-પિતાને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. પતિએ દાવો કર્યો કે, પત્ની પાસે બીઈની ડિગ્રી છે.પત્નીએ પતિ સાથે રહેવાની ના પાડી હતી.

પતિ માત્ર 60,000 કમાતો હતો. ફેમિલી કોર્ટે પત્નીને ભરણપોષણ તરીકે માત્રે 20 હજાર રુપિયા આપ્યા હતા. કોર્ટે જોયું તો પત્ની બાળકની પણ સંભાળ રાખી રહી છે. આ સિવાય એફઆઈઆરથી કોર્ટે જોયું તો તેની પાસે રહેવાનું કારણ હતુ. બેન્ચે જોયું તો પત્નીના વૈવાહિક જવાબદારીઓ માત્ર પતિ પ્રત્યે જ નહી પરંતુ બાળક પ્રત્યે પણ છે.

આ સિવાય બેન્ચે જોયું તો ટ્રાયલ કોર્ટે ભૂલ કરી હતી કારણ કે, તેના રેકોર્ડ પર રહેલા પુરાવાને ધ્યાનમાં રાખ્યા વગર આ આધાર પર અરજી પર વિચાર કર્યો હતો. કે પતિ વૈવાહિક અધિકારોથી દુર થવા માંગે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )
Published On - 12:35 pm, Tue, 7 July 26