કાનુની સવાલ : 65 દિવસના લગ્ન અને 13 વર્ષ પછી દંપતીએ એકબીજા સામે 40 કેસ દાખલ કર્યા સુપ્રીમ કોર્ટ પણ મૂંઝવણમાં મુકાઈ

સુપ્રીમ કોર્ટે 65 દિવસ સાથે રહેનાર દંપતિના 13 વર્ષ ચાલેલી કાનુની લડાઈ પર નિર્ણય સંભળાવ્યો હતો અને છૂટાછેડાને મંજૂરી આપી હતી. કોર્ટે બંન્ને પર 10-10 હજારનો દંડ ફટકાર્યો હતો.

| Updated on: Jan 23, 2026 | 7:09 AM
1 / 11
લગ્નના માત્ર 65 દિવસ સાથે રહ્યા બાદ 13 વર્ષ સુધી કાનુની લડાઈ ચાલી અને પતિ પત્નીએ એકબીજા વિરુદ્ધ 40થી વધારે કેસ દાખલ કર્યા હતા. આ વિવાદ પર સુપ્રીમ કોર્ટે પણ મૂંઝવણમાં મુકાય હતા.

2 / 11
સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું. તેણે કપલના છૂટાછેડાને મંજૂરી આપી એટલું જ નહીં, ન્યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ કરવા બદલ તેમને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો અને ભવિષ્યમાં એકબીજા સામે કોઈ પણ કેસ દાખલ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

3 / 11
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, કોર્ટેને લડાઈનું મેદાન બનાવવું સ્વીકાર્ય નથી.આવા કિસ્સાઓ ન્યાય વ્યવસ્થાનું ગળું દબાવી દે છે.આ કેસ એક એવા પતિ-પત્નીનો છે. જેના લગ્ન 2012માં થયા હતા.લગ્નના માત્ર 65 દિવસમાં પત્નીએ તેના પતિ પર ક્રૂરતાનો આરોપ લગાવી પિયરમાં જવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ બંન્ને અલગ અલગ રહેવા લાગ્યા હતા. તેમજ આ ઝઘડો કોર્ટ સુધી પહોંચ્યો હતો.

4 / 11
13 વર્ષમાં પતિ-પત્નીએ એકબીજા વિરુદ્ધ ફેમિલી કોર્ટ, હાઈકોર્ટ અને અન્ય ન્યાયિક મંચ પર 40થી વધારે કેસ દાખલ કર્યા છે. આ કેસ દિલ્હી અને ઉત્તરપ્રદેશની અલગ અલગ કોર્ટમાં ચાલતા રહ્યા હતા.

5 / 11
એક રિપોર્ટ મુજબ સુપ્રીમ કોર્ટેમાં જસ્ટિસ રાજેશ બિંદલ અને જસ્ટિસ મનમોહનની પીઠે આ મામલે સુનાવણી કરતા કહ્યું કે,આ સ્પષ્ટપણે પરસ્પર મતભેદો ઉકેલવા માટે કેસ છે.

6 / 11
સુપ્રીમ કોર્ટેની બેન્ચે કહ્યું બંન્ને પક્ષ માત્ર 65 દિવસ સાથે રહ્યા પરંતુ એક દશકથી વધારે સમય સુધી તેઓ મુકદ્દમામાં સામેલ છે. તેમણે કોર્ટેને પોતાનું યુદ્ધક્ષેત્ર બનાવી દીધું છે. આવા કિસ્સાઓમાં સજા જરૂરી છે.

7 / 11
આ આધાર પર કોર્ટે બંન્ને પર 10-10 હજાર રુપિયાનો દંડ ફટકાર્યો હતો.જેમાં સુપ્રીમ કોર્ટ એડવોકેટ્સ ઓન રેકોર્ડ એસોસિએશનને જમા કરવાનો નિર્દેશ આપ્યો છે.સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 142 હેઠળ પોતાની વિશેષ સત્તાઓનો ઉપયોગ કરીને, દંપતીને છૂટાછેડા આપ્યા, અને કહ્યું કે, લગ્ન અવિશ્વસનીય રીતે તૂટી ગયા છે અને તેના પુનર્જીવનની કોઈ શક્યતા નથી.

8 / 11
કોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો હતો કે, બંને ભવિષ્યમાં એકબીજા સામે કોઈ નવો કેસ દાખલ કરશે નહીં, જેથી ન્યાયિક પ્રક્રિયાનો વધુ દુરુપયોગ ન થાય.

9 / 11
આ મામલો માત્ર પતિ-પત્નીનો વિવાદ નથી પરંતુ ન્યાયિક પ્રણાલીના દુરઉપયોગની ગંભીર ચેતાવણી છે. સુપ્રીમ કોર્ટે આ નિર્ણયમાં સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, વ્યક્તિગત બદલાની ભાવનાથી કોર્ટેને બંધક બનાવી શકતા નથી.

10 / 11
65 દિવસના લગ્ન અને 13 વર્ષની લડાઈએ માત્ર બે જીવન જ ફસાવ્યા નહીં પણ ન્યાય વ્યવસ્થા પર બિનજરૂરી બોજ પણ નાખ્યો અને આ જ કારણ છે કે સુપ્રીમ કોર્ટે આખરે કડક પગલાં લેવા પડ્યા.

11 / 11
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)