
દેશમાં જાતિ સુચક અપમાન સાથે જોડાયેલા મામલા પર SC/ST એકટ કાનૂની જોગવાઈઓ લાગુ પડે છે. જાતિ આધારિત અપમાન સાથે સંકળાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટે ફરી એકવાર SC/ST કાયદા હેઠળ જાહેર દૃષ્ટિકોણના કાનૂની માપદંડને સ્પષ્ટ કર્યો છે.

ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની બેન્ચે જણાવ્યું હતું કે શાળા કેમ્પસમાં બનેલી ઘટના માત્ર જાહેર દૃષ્ટિકોણથી બનેલી ઘટના નથી.

જો કથિત જાતિ આધારિત ટિપ્પણી એવી બંધ જગ્યાએ કરવામાં આવી હોય જ્યાં લોકો હાજર ન હોય અને તેને સાંભળી કે જોઈ ન શકે, તો કલમ 3(1)(r) અને 3(1)(s) ના આવશ્યક તત્વો પૂર્ણ થતા નથી.

આ કેસમાં, સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે આ કલમો હેઠળ ગુનો કરવા માટે, કથિત જાતિ આધારિત અપમાન અથવા દુર્વ્યવહાર જાહેર દૃષ્ટિની અંદરના સ્થળે થયો હોવો જોઈએ. શાળામાં બંધ રૂમમાં બનેલી કથિત ઘટનાના કિસ્સામાં, રેકોર્ડમાં એવું સ્થાપિત થયું નથી કે અન્ય કોઈએ કથિત દુર્વ્યવહાર જોયો કે સાંભળ્યો. જો કે, અન્ય સામાન્ય ફોજદારી કલમો હેઠળ કાર્યવાહી ચાલુ રહેશે.

આ સમગ્ર મામલો ઉત્તરપ્રદેશની એક શાળા સાથે જોડાયેલો છે. આરોપી સ્કૂલનો મેનેજર હતો. 2 વિદ્યાર્થીઓ વચ્ચે વિવાદ પછી વિદ્યાર્થીના પિતા સ્કૂલ મેનેજર પાસે પહોંચે છે.

આરોપ લગાવ્યો હતો કે, વિવાદ દરમિયાન તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. તેમજ જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ આધાર પર એસી,એસટી એક્ટની કલમની સાથે અન્ય ગુનાઓમાં એફઆઈઆર નોંધાય હતી. ત્યારબાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને સ્પેશિયલ જજે આ મામલાની નોંધ લીધી હતી.

Sc/st Actની કલમ 31(1)(S) ત્યારે લાગુ થાય છે. જ્યારે કોઈ ગેરએસી એસટી વ્યક્તિ કોઈ અનુસુચિત જાતિ અથવા જનજાતિ વર્ગના વ્યક્તિને સાર્વજનિક રુપથી તેની જાતિ કે સમુદાયના નામ પર અપમાનિત કરે અથવા જાતિસુચક ગાળો આપે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )
Published On - 11:40 am, Sun, 23 August 26