
જો બાળક આદેશનું પાલન ન કરે, તો કોર્ટ તેની સામે કાર્યવાહી કરી શકે છે, જેમ કે ધરપકડ વોરંટ જાહેર કરવું અથવા તેની મિલકત જપ્ત કરવી.

કોર્ટ બાળકના પગારમાં કાપ મૂકવાનો આદેશ આપી શકે છે જેથી ભરણપોષણ વસૂલ કરી શકાય.માતાપિતા તેમના દીકરા સામે કાયમી મનાઈ હુકમ માટે દાવો દાખલ કરી શકે છે અને તેને ઘરમાંથી કાઢી મૂકી શકે છે.

કોઈ માતા-પિતાએ તેમના સંતાનો દ્વારા તરછોડવામાં આવેલા હોય કે, તેઓને સંતાનો ઘરમાં રાખતા ન હોય, તેવા માતા-પિતા કચેરીમાં માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકો ભરણ પોષણ અને કલ્યાણ બાબતનો અધિનિયમ 2007ની કલમ 5 મુજબ દાવા અરજી કરી શકે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)