
ભારતમાં અફવા ફેલાવવી સોશિયલ મીડિયા પર એક ગંભીર ગુનો છે. ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 353 (પૂર્વમાં IPC 505) હેઠળ જો કોઈ ખોટા સમાચાર કે, ખોટી અફવા ફેલાવે છે. તેનાથી ભયનો માહોલ સર્જાય છે. તો 3 વર્ષ સુધીની જેલની સજા અને દંડ બંન્ને થઈ શકે છે. આ કાનુન સાર્વજનિક શાંતિ બનાવી રાખવા માટે લાગુ કર્યો છે.

અફવાઓ ફેલાવવા સંબંધિત મુખ્ય કાયદા વિશે જો આપણે વાત કરીએ તો.ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 353 લોકોને ગેરમાર્ગે દોરવા અથવા ભય પેદા કરવાના ઇરાદાથી ખોટા સમાચાર અથવા અફવાઓ ફેલાવવી, 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 352: ઇરાદાપૂર્વક કોઈનું અપમાન કરવું અથવા ઉશ્કેરવું એ બે વર્ષ સુધીની જેલની સજાને પાત્ર છે.ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 499-502 (માનહાનિ): જો કોઈ અફવા કોઈની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે, તો માનહાનિનો કેસ દાખલ કરી શકાય છે.

IT અધિનિયમ, 2000ની કલમ 66D: છેતરપિંડી અને ઇલેક્ટ્રોનિક માધ્યમો (વોટ્સએપ, ફેસબુક) દ્વારા અફવાઓ ફેલાવવા સામે કાર્યવાહી.ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 54 આપત્તિ દરમિયાન ખોટી અફવાઓ ફેલાવવા પર એક વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

આવા કેસોની જાણ પોલીસ અથવા લીગલ સર્વિસીસ ઈન્ડિયા (2) વેબસાઇટ પર કરી શકાય છે.BNS કલમ 197(1)(d) રાજ્યની સાર્વભૌમત્વ, અખંડિતતા અથવા સુરક્ષાને નુકસાન પહોંચાડતી ખોટી માહિતી ફેલાવવા બદલ 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)