
પબ્લિક પ્લેસ પર રીલ કે વીડિયો બનાવવો ગેરકાયદેસર નથી, પરંતુ જો તમે સ્થાનિક વહીવટીતંત્ર, સંબંધિત વિભાગ અથવા મિલકત માલિકની પરવાનગીથી શૂટિંગ કરો છો તો જ તે કાયદેસર માનવામાં આવે છે.

સાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે, કોઈની પ્રાઈવેસી, સુરક્ષા કે, કોઈ કાનુનનું ઉલ્લંધ ન થાય જો તમે કોઈની પરવાનગી વગર એવા સ્થળો પર શૂટિંગ કરો છો જે પ્રતિંબંધિત છે, કે પછી સંવેદનશીલ અથવા સરકારી નિયંત્રણમાં છે. તો આ કાનુન હેઠળ ગુનો ગણવામાં આવે છે.

જો તમે આ સ્થળો પર રીલ કે વીડિયો બનાવ્યો તો તમારી ઉપર કાનુની કાર્યવાહી થઈ શકે છે. જેમ કે, ઐતિહાસિક તેમજ પુરાતાત્વિક સ્થળો,એએસઆઈ દ્વારા સંરક્ષિત સ્મારક, કિલ્લા તેમજ ગુફા કે મહેલ.

રેલવેને સંપત્તિ, રેલવે સ્ટેશન, પ્લેટફોર્મ, ટૈક, પુલ , સચિવાલય,પોલીસ સ્ટેશન, કોર્ટ , જેલ તેમજ જિલ્લા કલેક્ટ્રેટ મંત્રાલય, બસ સ્ટેન્ડ,મેટ્રો સેટેશન, રાષ્ટ્રીય ઉદ્યાન, વન્યજીવ અભયારણ, સંરક્ષિત વન. એરપોર્ટ, એરફોર્સ બેસ,નો ફ્લાઈ જોન,હાઈડ્રોપાવર પ્રોજેક્ટ, અંડરગ્રાઉન્ડ મેટ્રો ટનલ, જેમાં કેટલાક ધાર્મિક સ્થળો પર પણ તમે રીલ્સ કે વીડિયો બનાવી શકતા નથી.ટુંકમાં આ સ્થળો પર જો તમારે રીલ્સ કે વીડિયો બનાવવા છે તો પહેલા તમારે આ વિભાગ કે પ્રશાસનની લેખિત અનુમતિ લેવી પડશે.

ભારતીય દંડ સંહિતા (BNS)ની નવી કલમો હેઠળ, જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડતી, અન્ય લોકોને અસુવિધા પહોંચાડતી અથવા અશાંતિ ફેલાવતી ક્રિયાઓ પર કાર્યવાહી થઈ શકે છે. જો તમે ફિલ્માંકન કરતી વખતે રસ્તો રોકો છો, ટ્રાફિકને અવરોધિત કરો છો અથવા ભીડ એકઠી કરો છો, તો તમારી સામે કાર્યવાહી થઈ શકે છે.

ફોજદારી કાર્યવાહી સંહિતા (CrPC) ની કલમ 353 અને 355 જેવી જોગવાઈઓ હેઠળ, પોલીસને જાહેર વ્યવસ્થાનું ઉલ્લંઘન કરતી કોઈપણ વ્યક્તિની ધરપકડ કરવાનો અધિકાર છે. આ ધરપકડ માટે વોરંટની પણ જરૂર નથી. આનો અર્થ એ છે કે જો તમે રીલ બનાવતી વખતે નિયમોનો ભંગ કરતા પકડાઈ જાઓ છો, તો પોલીસ સ્થળ પર જ કાર્યવાહી કરી શકે છે.ધ્યાનમાં રાખો કે કાયદો તોડવો અને જાહેર સ્થળે રીલ બનાવવી મોંઘી પડી શકે છે. જ્યાં જરૂર હોય ત્યાં વિડિઓ શૂટ કરવાની પરવાનગી મેળવવી શ્રેષ્ઠ છે. તમારા જુસ્સાને આગળ વધારો પરંતુ જો તમે અન્ય લોકોને નુકસાન પહોંચાડો છો, તો તમને કાનૂની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- canva)
Published On - 7:39 am, Tue, 11 November 25